________________
૫૫૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ગમ્યું નહિ. લવજીએ કાનજીને પક્ષ કર્યો, તેથી ધર્મદાસે લવજીને વસીરાવી, ફરીને વેશ પહેરી એકલે ફરવા લાગ્યું. તેને પણ જોડીદારો મળી ગયા. પરંતુ તેમના આવા બિહામણું અને કદરૂપા વેશ:અને આચારથી ઉતરવાની જગ્યા ન મળવાથી, રખડવું પડતું હેવાથી હુંઢિયા નામ પણ શરૂ થયું.
લવાજી કુંપકનો એક શિષ્ય કુંવરજી થયે. તેને પણ લવજી સાથે અણબનાવ થયો. તેથી તેણે લવજીને વેશ આપી દીધે, અને પોતાની મેળે વેશ પહેરી લીધે. કુવરજીના ચેલા ધર્મસી, શ્રીપાળ અને અમીપાળ ત્રણ થયા. તેમાં ધર્મસીએ, આઠ કોટિને પંથ ચલાવ્યો. અને તે ગુજરાતમાં જ રહેતો હતો. બાકીના મારવાડ પંજાબ તરફ ગયા.
તેમને મુખ્ય ઉપદેશ જીવદયા પાળો. પાણી મત ઢળે. સ્નાન કરવાની જરૂર નથી. વાસી અનાજ પણ ખાવામાં વાંધે નથી. ગેરસ કઠોળ સાથે ખાવામાં દોષ નથી. સ્ત્રીઓને ઋતુ ધર્મ પાળવા જરૂર નથી. સાધુઓને એઠવાડનું, વાસીકામનું, લિંપણનું પાણી ખપે છે. ઉકાળેલું પાણી લેવાય નહીં. કાચા પાણીમાં ચપટી રાખ નાખેલું પાણી સાધુ વહોરી શકે છે. સાધુ-સાધ્વીએ ઝાડાની હાજતના ભયથી, રાતે સ્થાનકમાં પાણી રાખવું નહીં. વાક્ષક્ષેપની જગ્યાએ મસ્તક ઉપર રાખ નાખવી. ચિત્ય-પ્રતિમાને નમવું નહી. ઉપાશ્રયનું નામ બદલી સ્થાનક કહેવું. આવા ગપગોળા અજ્ઞાની ભેળા જીવોને પસંદ પડતા ગયા. અને ભારેકમ જીવોને સમુદાય મળવા લાગ્યા.
ઘર્મદાસ છીપાને શિષ્ય ઘનાજી થયે. ધનાજીને ચેલે ભુદરજી થયા. અને ભુદરજીના રઘુનાથ, જેમલજી અને ગુમાનજી ત્રણ ચેલા થયા. તેઓ ત્રણેને પરિવાર મારવાડ, માલવા, અને ગુજરાતમાં ફેલાણો. આ રઘુનાથના ચેલા ભીખમજીએ તેરાપંથ કાઢયો છે.
લવજીનો બીજો શિષ્ય સમજી થયા. સમજીને શિષ્ય હરિદાસ થયા. હરિદાસનો શિષ્ય વૃન્દાવન થે. વૃન્દાવનનો શિષ્ય ભવાનીદાસ, ભવાનીદાસને શિષ્ય મલુચંદ થયે. અને મલકચંદનો શિષ્ય મહાસિઘ થયે. મહાસિંઘનો શિષ્ય ખુશાલજી થયે. ખુશાલરાવનો શિષ્ય
ગમલજી થયા. છગમલજીનો શિષ્ય રામલાલજી થયે. રામલાલજીનો શિષ્ય અમરસિંહજી તેમને પરિવાર પંજાબ તરફ ફરે છે. તથા ઘર્મદાસ છીપાની પરંપરામાં એક જેઠમલજી થયું. તેણે મૂર્તિપૂજા વિગેરે, વીતરાગધર્મની પરંપરાની ઘણી નિંદા લખી છે.
પ્રશ્ન : આવા પંથે ચલાવનારાઓને, દષ્ટિરાગ અને આભિનિવેશિક મિથ્યાત્વ કેમ લાગે છે?
* ઉત્તર : આવો પંથ ચલાવનાઓને પ્રારંભમાં પ્રાયઃ પિતાના શથિલાચાર અથવા ખરાબ વર્તનના કારણે, ગચ્છબહાર થવું પડે છે. જેમ બીચારા લંકાને, તદ્દન મજુર જેવી આજીવિકાને કમાતો હોવાથી, લખાણમાં ઓછું લખી ઘણું લેવા રૂપ ચેરીના દોષથી, અનાદર પામવાથી, આવેશ લાવીને, વૈરની વસુલાત કરવા આવો પંથ કાઢવો પડે.