________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ લીંબડીમાં લખમશી નામને વાણિયે. તેને એક સગો થતો હતે. લખમસી તે વખતના લીંબડીના ઠાકરને કારભારી હોવાથી, તેટલા પ્રદેશમાં તેની આબરૂ સારી હતી. સંભવ છે કે લકે એકલો જ હશે? અને આજીવિકાથી પીડાયેલ હોવાથી, લખમસીના આશરે ગયે. ત્યાં તે બે ચાર અઠવાડિયાં રહ્યો. લંકાએ ગોરજી લોકો પાસે, ગૂજરાતી ભાષાના (આગમ ઉપરના) ટબા લખવાનું કામ ઘણું વર્ષો સુધી કરેલું. અને થોડા ઘણું ક્ષપશમથી, તેને આગમની વાત યાદ રહેલી હોવાથી, તેણે પ્રારંભમાં તે અવસરે અવસરે લખમસીને, ધર્મની વાતે-તત્ત્વની વાત દેવ-ગુરુ-ધર્મની વાત સંભળાવી. લખમસી પિતે તત્ત્વને અજાણ હોવાથી, લંકાની વાતમાં રસ લાગ્યા. પછીતે એકલા અટુલા કાને આશ્રયને અભાવ હોવાથી, અને લખમસીને તત્ત્વની વાતમાં રસ પડવાથી, લખમશીએ લંકાને પિતાને ઘેર જ રાખે.
લખમસી રાજ્યાધિકારી હોવાથી, રાજ્યનેમાની હોવાથી, લંકાને પણ અનેક માણસને સમાગમ મળવા લાગ્ય, લહિયો મટીને, ઉપદેશક થયા. માન મળવા લાગ્યું. પછી તે તેને અમદાવાદનું અપમાન પણ યાદ આવ્યું. અને પુસ્તકે લખાવનારાઓએ કરેલા અપમાનનો બદલો વાળવા, મહામિથ્યાત્વને આશ્રય લઈને પણ, પોતાની ટાંગ ઊંચી રાખવાની ભાવના જાગી. જ્ઞાનીઓ કહે છે કેઅપાત્રમાં ગયેલી વિદ્યા, તે અપાત્રને જ નાશ કરે છે જુઓ, आभे घडे निहतं जहाजलं, तंघडं विणासेइ। एवं सिद्धतरहस्सं अप्पाहारं विणासेइ ॥ १ ॥
અર્થ : જેમ કાચા માટીના ઘડામાં નાખેલું પાણી, ઘડાને નાશ કરે છે, પાણી પોતે પણ વિનાશ પામે છે, તેમ કુપાત્રમાં પડેલું સિદ્ધાન્તનું રહસ્ય, તેને અને આશિ તોને, લાભ નહીં પણ નુકસાન જ કરે છે. વળી જુઓ,
ઓછું પાતરને અધિકું ભણે, કજીયાળી વહુએ દીકરે જ. મારકણ સાંઢ ને ચોમાસું માલ્યો. કરડકણો કૂતરો ને હડકવા હાલ્યો. મરકટ અને પછી મદિરા પીએ, અખા એથી સૌકો બીએ.
લેકાએ અમદાવાદના સંઘની, અને પુસ્તક લખાવનારાની, નિંદા શરૂ કરી. તેમાં તેણે આગમમાં ઘણી વાતો પાછળથી ઘુસાડેલી છે. કેટલાંક આગમ અપ્રમાણિક છે. આગમો
બત્રીશ જ છે. તેર આગમોની વાત તદ્દન અસંગત જ છે. નિર્યુક્તિઓ, ભાષ્ય, ચૂર્ણિ ટીકાઓ પાછળના આચાર્યોની બનાવેલી હોવાથી, અસંગત છે. આવી આવી સૂત્રવિરૂદ્ધ અનેક વાતે તેણે ૧૫૦૮ થી શરૂ કરી, ૧૫૩૪ સુધી ઠામઠામ ફર્યો. અને આગની થઈ તેટલી નિંદા કરવાની ચાલુ રાખી. અને અજ્ઞાની તથા મિથ્યાષ્ટિ લોકોને ભેગા કરીને, તેર આગમ અને નિયુક્તિઓ વગેરે ને અપ્રમાણિક સમજાવ્યાં. તેની આવી ઉત્સુત્ર પ્રરૂપણું, સમજુ જેનેએ. ખૂબ જ ધિક્કારી કાઢી. ઠામ ઠામ સંઘો ભેગા થયા. લકાના પ્રચારને શાસ્ત્રો અને પરંપરા વિરૂદ્ધ સમજાવ્યું. તેથી ઘણું ભેળા માણસો અવળે માર્ગે જતા બચી ગયા.