________________
નાના કે મેાટા કર્મ કોઈની શરમ રાખતું નથી.
૫૩૫
આ કુળની મેાટાઈના મદમાં, ખૂબ નાચ કર્યો, ખૂબ ખૂબ આપ ખડાઈના વખાણેા કર્યાં. સાથેાસાથ વિહા થતિ દયંત્તિ” આ વાકયથી વીતરાગના મુનિપણાને, અને પેાતાના ત્રિદ’ડીઆપણાને, સરખા કહેવારુપ, ઉત્સૂત્ર પ્રરૂપણા કરી નાખી.
પ્રશ્ન : મરિચિના ત્રિદંડપણામાં દેશવિરતિ ધમ તા ખરી કે નહીં?
ઉત્તર : રાજામહારાજાએ કે શેઠ શાહુકારા અગર કાઈ પણ ગૃહસ્થા. ગૃહસ્થ દશામાં રહીને પોતાની અશક્તિ કે આસક્તિના કારણે, સર્વ ત્યાગની શક્તિના અભાવે જીવદયા વગેરે કાઈપણ વ્રતના સ્વીકાર કરે, તેનું નામ દેશિવરિત છે. પરંતુ ત્યાગીના વેશમાં રહીને, ચાખડીઓ પહેરવી, છત્ર રાખવું, સુવર્ણની જનેાઈ રાખવી, હમેશ સ્નાન કરવું, શરીરે વિલેપન કરવું, આ બધાની સાથે ત્યાગને મેળ બેસે જ કેમ ? સાધુના વેશમાં ભાગી દશામાં મહાલનારા યાગી કેમ કહેવાય ?
66
વાચક સમજી શકે છે કે, જૈન શાસન નિષ્પક્ષપાતી છે. તીર્થંકરોના આત્માઓની પણ ભૂલેાને ચલાવી લીધી નથી. રિચિપણામાં બાંધેલ કર્મના ભેાગવટા, દશમા તીકરના તીના પ્રાન્ત ભાગ સુધી, અશુભની મુખ્યતા એ ભાગવાયા છે. અને છેવટે ૧૬મા ભવમાં વિશ્વભૂતિ રાજપુત્ર થયા. જૈની દીક્ષાની પ્રાપ્તિ થઈ. ખૂબ પુણ્ય ખંધાયું.
પ્રશ્ન : ભાવ ચારિત્ર ઉદયમાં આવવા છતાં પડ્યા કેમ ? બાંધેલું પુણ્ય કેમ નાશ પામ્યું?
ઉત્તર : પુણ્યના ઉદયના ત્રણ પ્રકાર છે—દાન, ભાગ અને નાશ. એક રસ્તે ચાલતા ત્રણ જણને એક એક હજારની ત્રણેને ત્રણ નાટો જડી, એક જણાએ અભયદાન, સુપાત્રદાન અને અનુક ંપાદાનમાં વાપરીને, હજારની પ્રાપ્તિ સફળ બનાવી. બીજાએ શિકારમાં, માંસાહારમાં, મદિરાપાનમાં અને વેશ્યાગુલતાનમાં ઉડાવી. અને ત્રીજાની પાસેથી તમાચા મારીને ચાર ચૂંટવી ગયા.
અહીં ઉપનય પહેલાને પુણ્યથી મળેલું, માટા ભાગે પુણ્યમાં જ જાય. એમ ભવેાભવ આત્મા આગળ વધે. પેાતાના પુણ્યના યથાશકય, જગતના પ્રાણી ગણને લાભ આપે, શરીર, બુદ્ધિ, લક્ષ્મી અને અધિકારના, દુનિયાના ભલામાં, ઉપયેાગ થાય, પેાતાનુ ચાક્કસ ભલુ' થાય તેમાં જ વાવે છે.
ખીજાએ પુણ્ય ભાગવવા જ જન્મે છે. જેમ મહાવીર પ્રભુજીના આત્માએ એક હજાર વર્ષ દીક્ષા પાળી. પરંતુ અન્ત સમયે મહા બળવાન થવાનું નિયાણું કરીને, ૧૭મા ભવે સત્તર સાગરોપમના આયુષવાળા દેવ થયા. અઢારમે ભવે સેાળમા ભવમાં દીક્ષા પાળી નિયાણું કરવાથી ત્રિપૃષ્ટ નામના પહેલા વાસુદેવ થયા. ચેારાસી લાખ વર્ષ જીવ્યા. ખૂબ ભાગા ભાગવ્યા. ખાન-પાન-ગુલતાનમાં, મહા પાપે આચરીને, ઓગણીસમા ભવમાં સાતમી નરકમાં ગયા.