________________
સંસારનું સ્વરૂપ અને ઇન્દ્રિયેના સુખમાં રહેલું પાપ
પ૩૯ “સુખનું કારણ ઈન્દ્રિયો, અો વિષયાધીન !
વિષયમાં પાપ ભર્યા, તેથી દુઃખ અસીમ.” તાત્પર્ય એજ છે કે સુખ ભેગવનારને, પાંચ ઇન્દ્રિયોના ત્રેવીશે વિષય ભેગવાય છે. વિષયો માટે જ હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ, કેધાદિ, આરંભાદિ સેવાય છે. તેથી જ જીવને આઠે કર્મો બંધાય છે. આઠ કર્મો જ જીવને નરકાદિ, ચાર ગતિમાં રખડાવે છે.
આ સંસારમાં તીર્થકર, ઇન્દ્રો, ચકવર્તીએ પણ મરણથી બચ્યા નથી. તો પછી બીજા નું તો હવે કહેવું જ શું ?
तिथ्यरा गणहारी, सुरवइणो चक्की-केसवा रामा ।
संग्यिा हयविहिणा, सेस जीवाण कावत्ता ? ।। १॥ અર્થ : તીર્થકર ભગવંતે, ગણધર મહારાજાઓ, ઈન્દ્રો, ચકવત , વાસુદેવ, બલદે આવા મહાપુરુષોને પણ દુષ્ટકાળે (મરણે) છોડ્યા નથી. બીજા જીવોની તે વાત જ શી ? કઈ કવિ
“છાયા મીશ કરીએ નિત્ય, છલગ છાને
ઓચિંતે એ પકડી જાશે, કાંઈક ચડાવી બાને.” માટે શોકનો ત્યાગ કરે. અને હવે નવાં કર્મ ન બંધાય તેને વિચાર કરીને, શ્રીવીતરાગ જિનેશ્વરદેવોએ બતાવે, અને પાપને જ નાશ કરાવનાર, ધર્મને સમજીને શક્તિ અનુસાર આચરણમાં મૂકે.
પ્રશ્ન : રાજા અમરદત્ત પૂછે છે : હે પ્રભુ ! મિત્રાનંદને આત્મા મરીને ક્યાં ઉત્પન્ન થયે છે? તે જ્ઞાન–દિવાકર આપ જરૂર ફરમાવશે.
ઉત્તર : ગુરુ કહે છે કે શ્રી મિત્રાનંદને જીવ મરવાના સમયે, તમે બન્ને દંપતી પ્રત્યે પૂજ્ય ભાવને ધારણ કરતો મરીને, આ તારી રત્નમંજરી રાણીની કુક્ષિમાં, પુત્રપણે ઉત્પન્ન થયું છે. પૂર્ણ માસે જન્મશે. કમલગુપ્ત નામ થશે. કુમાર પદવી ભેળવીને રાજા થશે. રાજા પૂછે છે.
પ્રશ્ન : મિત્રાનંદને ચૌરની પેઠે, વગર અપરાધે અકાળ મારવામાં કારણ શું? તથા રાણ રત્નમંજરીને મારીનું કલંક કેમ લાગ્યું? અમારા ત્રણને પરસ્પર આટલો સ્નેહ તેનું શું કારણ?
ઉત્તર : ગુરુ કહે છે, આ ભવથી પહેલાં, ત્રીજા ભવમાં, એક ગામમાં ક્ષેમંકર નામને ખેડૂત હતો. તેને સત્યશ્રી નામની સુશીલા પત્ની હતી. તેને ઘેર ચંડસેન નામને