________________
૫૪૩
તપશ્ચર્યા પણ ચારિત્રનું અંગ છે. બોટ બચાવ વ્યાજબી નથી.
ઉત્તર : ચોથા આરામાં આંતરા વિના, એકજ પારણું કરીને અઠાઈ-દશ-પન્નર માસક્ષયણાદિ કરતા હતા. એવી તપસ્યા આજે ન થાય તે બનવા યોગ્ય છે. પરંતુ આ કાળમાં પણ, અઠ્ઠમના પારણે અઠ્ઠમ, છઠ્ઠના પારણે છઠું ઉપવાસ એકાસણું, અને ઉપવાસ. આવા તપથી વસતપ અને તે પણ વર્ષો સુધી દશ-પન્નરવીસ-પચીસ વર્ષોથી અવિચ્છિન્ન ચાલુ છે. આવા મહાત્મા-સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા હમણું પણ ઘણું વિદ્યમાન દેખાય છે.
તથા વર્ધમાન તપની ઓળી, સંપૂર્ણ કરનાર, બીજી વાર વર્ધમાન તપ શરૂ કરીને પણ, પૂર જોશથી આગળ વધી રહેલા, મહાનુભાવ, શ્રી મહાવીર પ્રભુજીના શાસનમાં હમણા પણ આપણને દર્શન આપી રહેલા હૈયાત છે. ચોવિહાર છઠ્ઠ કરીને શત્રુંજય ગિરિરાજની સાત યાત્રા ૧૧૪ વાર કરનાર ભાગ્યશાળી આત્મા હમણાં વિચરી રહેલ છે. માતા-પુત્રી સાધ્વીજી તથા વર્ધમાન તપની સે એની સંપૂર્ણ કરનાર, પચ્ચાસ, સાઈઠ, જેટલા નજરે દેખાય છે. અને પચ્ચાસ, સાઈઠ, સિત્તેર, એંસી, નેવું, સુધી પહોંચેલા સેકડોની સંખ્યામાં નજરે પડે છે. તેથી ચાલુ કાળમાં સેવાર્તાસંઘષણના કારણે, તપશ્ચર્યા કરી શકે નહિ, કે કરી શકતા નથી, એ બરાબર નથી, પરંતુ જે આત્માઓને સંસારના પરિભ્રમણથી કંટાળે આવ્યો હોય, જે આત્માને સંસાર પરિભ્રમણને થાક લાગ્યો હોય, જેમને નરકગતિ અને પશુગતિના દુઃખોની ભયંકરતા સમજાઈ હોય, તેવા આત્માઓ આ કાળમાં પણ સંસારને અ૫ બનાવવાના બધા ઉદ્યમે જરૂર કરે છે.
પ્રશ્ન : જેઓ તપ કરી શકતા જ ન હોય, તે શું તેવા આત્માઓ આરાધક ગણાય નહિ?
ઉત્તર : અતિ અશક્તિ અથવા કાયમી માંદગી–રોગનું આક્રમણ ચાલુ જ રહેતું હોય, તેવા મુનિરાજે તપ ન કરી શકે, એ બનવા લેગ છે, અને તે શ્રીવીતરાગના માર્ગમાં અપવાદ માર્ગ સમજો. સશક્ત મુનિરાજે-છઠ, અઠ્ઠમાદિ, તપ, આયંબીલ છેવટ એકાસણું દરરોજ કરતા હોય છે.
અકબર બાદશાહ જેવા સમ્રાટને પ્રતિબોધ કરનારા, અને તે કાળના સમગ્ર ભારતદેશમાં અમારિપડહ વગડાવી અબજો જીવને અભય દાન અપાવનારા, જગદ્ગુરુ હીરવિજય સૂરિમહારાજ પિતે, બારે માસ એકાસણું કરતા હતા. ચાર કોડ સ્વાધ્યાય કરી શક્યા હતા. આગને શું કહે છે? વાંચે–શાસ્ત્ર કહે છે કે : કુદી વિાબો, સમક્ષri | ગમતવોને, gવસમજુત્તિ ગુજરુ II
અર્થ : દૂધ, દહી વગેરે છ વિગૂઈ બારેબાસ હંમેશ વાપરતા હોય, અને ઉપવાસ-છઠ વગેરે કાંઈ તપ કરતો ન હોય તે પાપમણ કહેવાય છે. ઈતિ–ઉત્તરાધ્યયન.