________________
૫૫
-
-
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ भक्खइ जो उविक्खइ, जिणदव्वं तु सावओ । पन्नाहीणो भवेजीवो, लिंप्पइ पावकम्मुणा ॥५॥ चेअदब्वं साहारणं च जो मुसइ सयं व भक्खेइ ।
सइ सामत्थि उवेक्खेइ, जाणतो सो महापावो ॥ ६ ॥
અર્થ ઉપરની છ ગાથાઓ વડે દેવ દ્રવ્યની વૃદ્ધિ-હાનિનું ફળ. બતાવે છે.
જિન પ્રવચનની વૃદ્ધિ કરનારું, જ્ઞાન-દર્શન-ગુણેને પ્રકાશમાં લાવનારું, એવું જે દેવદ્રવ્ય, તેને પોતે ખાઈ જાય કે વિનાશ કરે, બગાડે, તે આત્મા અનંત સંસાર રખડનાર થાય છે. જે ૧છે
જિન પ્રવચનની વૃદ્ધિ કરનારું જ્ઞાન-દર્શન-ગુણને વિકાસ કરનારું, આવું દેવ દ્રવ્ય તેને, રક્ષણ કરનાર અને વૃદ્ધિ કરનારે, આત્મા જિનનામ કર્મ ઉપાર્જન કરે છે. જે ૨ – ૩ |
તથા વળી જે મનુષ્ય દેવદ્રવ્યનું ભક્ષણ કરતા હોય. તથા રાવણ વગેરેની પેઠે પરસ્ત્રી ભોગવનારે હોય, તે આત્મા અનેકવાર નરકગતિગામી બને છે.
જે માણસ દેવદ્રવ્યને બગાડતો હોય, બગડતાની ઉપેક્ષા કરતું હોય, તેવા આત્માઓ ભ ભવ બુદ્ધિને ગમાવી મંદબુદ્ધિવાળા અતિ જડ થાય છે. પણ
જે માણસ ચિત્ય દ્રવ્ય અને સાધારણ દ્રવ્ય, ઉપલક્ષણથી જ્ઞાનદ્રવ્ય અને ગુરુદ્રવ્યને ચરે છે, પોતે ખાય છે, બગાડે છે. બગડતાની ઉપેક્ષા કરે છે, તેવાઓ જાણતા હોય તે મહા પાપી થાય છે. ૬ છે
પ્રશ્નઃ દેવ દ્રવ્યને જિન પ્રવચનની વૃદ્ધિ કરનારું કેમ કહેવાય છે?
ઉત્તર : દેવદ્રવ્યથી નવાં મંદિરે બને છે. જિર્ણ થઈ ગએલાઓની સુધારણા થાય છે. પડતા કે નાશ પામતાં બચી જાય છે. જિનાલય હોય તો, ભવ્ય આત્માઓ, વિતરાગ મૂર્તિઓનાં દર્શન-વંદન–અર્ચન-સ્તવનાદિ કરીને નવો ધર્મ પામે છે. પામેલા સ્થિર થાય છે. જ્યાં જિનાલય હેાય છે, ત્યાં અંશથી, , ઘણે, કે અતિપ્રમાણ, પણ ધર્મ જરૂર જણાય છે.
પ્રશ્નઃ લગભગ મોટા ભાગની દુનિયા પ્રતિમાને માનતી નથી. તેમને આપણે શું ઉત્તર આપી શકીએ?
ઉત્તર : આ વાત ટુંકાણમાં અમે ૪૭૯ મા પાને લખી છે. તે પણ પુનરુક્તિ