________________
૫૪૯
દેવદ્રવ્યની પ્રમાણિક્તાના પ્રમાણે અને પ્રતિમાનું સમર્થન મૃગાવતીનું ધ્યાન ભુલાયું નહીં. તેટલામાં દયાના સમુદ્ર ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. સતી અને કામી (ચંડપ્રદ્યોત) સમવસરણમાં ગયા. પ્રભુને દેખવાથી સતીએ દીક્ષા લીધી. ચંડપ્રદ્યોતને કામ બુઝાઈ ગયો. મૃગાવતી સાધ્વી કેવલજ્ઞાન પામી મેક્ષમાં ગયાં.
જેમ ઝેરી પદાર્થના સેવનથી ઝેર ચડે છે. તેને તત્કાળ તેના પ્રતિપક્ષી સાધને મળી જાય તો, ઝેરનું શમન થઈ જાય છે, તેમ સંસારમાં વસનારા પ્રાણુઓને, અનંતાકાળથી વિષયોનું ઝેર ચડેલું છે. તે ઝેરના જ પ્રતાપે મરણ અને જન્મ રેગ-શેક વિચાગ-ભય ચાલુ છે. તે જ વિષયના ઝેરના શમન માટે, જિનેશ્વર પરમાત્માની પ્રતિમાનું દર્શન અમૃત સમાન છે, તે દલીલ ઉપર કહેવાઈ ગઈ છે.
પ્રશ્ન : દેવ દ્રવ્યની પ્રમાણિકતા માટે શાસ્ત્રીય પ્રમાણે બતાવી શકાય?
ઉત્તર : પૂર્વાચાર્યોના વાક્યમાં વિશ્વાસ હોય તેમને અનેક જગ્યાએ શાસ્ત્રોનાં પ્રમાણે મળી શકે છે. અહીં થોડા પ્રમાણે લખું છું. उम्मग्गदेसणा-मग्गनासणादेवदव्वहरणेहिं । दसणमोहं जिण-मुणि-चेयसंघाइ पडिणिओ ॥१॥
કર્મ ગ્રન્થ ૧ લે. ગા. ૫૬ અર્થ : જીવને આઠ કર્મો બંધાવાના હેતુઓ બતાવવાના પ્રસંગમાં, ગ્રન્થકાર દર્શન મેહનીય કર્મ બંધાવવાનાં કારણે બતાવતા જણાવે છે કે, ઉન્માર્ગની પ્રરૂપણા કરવાથી, સન્માર્ગને નાશ કરવાથી, દેવદ્રવ્યનું હરણ કરવાથી, જિનેશ્વરદેવનું, મુનિરાજેનું જેનચૈત્યનું અને ચતુર્વિધ સંઘનું પ્રત્યનિકપણું કરવાથી જીવને દર્શન મેહનીય કર્મ બંધાય છે.
પ્રશ્ન : તે તે પછી જિનેશ્વરદેવની પ્રતિમાનું સ્થાપના નિક્ષેપાનું ખંડન કરનારને ઉન્માર્ગની પ્રરૂપણ કરવાને, અને સન્માર્ગ નાશ કરવાને દેષ લાગે ખરે?
ઉત્તર : અરે ભાઈ! જિનપ્રતિમાને દ્વેષી છેને, ઉપરના સાતેસાત પાપ અવશ્ય લાગે છે. જુઓ સ્થાપના નિપેક્ષે ઉડાવનારે વીતરાગના માર્ગને, આરાધનાનો એક ભાગ કાપી નાખ્યા ગણાય. અને એમ થવાથી સન્માર્ગને નાશ તથા શ્રી જિનેશ્વરદેવના સમાન મનાયેલી પ્રતિમાનું અપલપન કરવાથી, ખુદ જિનેશ્વરદેવનું પ્રત્યેનીકપણું પણ થઈ જાય છે.
તથા શ્રી જિનેશ્વરદેવના સ્થાપના નિક્ષેપાનું ખંડન કરવામાં ભાન ભૂલેલા મહાનુભાવે, પીસ્તાલીશ પૈકીનાં તેર સૂત્રોને ઉડાવીને, શ્રી જિનેશ્વરદેવ અને ગણધરદેવનું, મોટું અપમાન કર્યું છે. તથા શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાના પહેલા નંબરના શત્રુ બનેલા નિર્ભાગી જીવે, નિર્યુક્તિઓ, ચૂણીઓ, ભાષ્ય, અને ટીકાઓનું પણ, ખંડન કરીને ચૌદ પૂર્વધર ભદ્રબાહસ્વામીથી, અત્યાર સુધીના, મહાવિદ્વાન અને ભવના ભીરૂ હજારો પૂર્વાચાર્યોનું ન ચલાવી શકાય તેટલું અપમાન કર્યું ગણાય છે.