________________
૫૩૬
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ વીસમા ભાવમાં સિંહ થયા. કેવળ માંસાહારમય જીવન જીવી, કોડો જીવન પ્રાણનો નાશ કરીને, મહા પાપનાં પોટલાં બાંધીને, ચોથી નરકે ૧૦ સાગરોપમના આયુષ વાળા નારકી થયા. અને ત્યાંથી વળી સંસારમાં અસંખ્યાત કાળ રખડપટીમાં ચાલ્યા ગયા.
પ્રશ્ન : પ્રભુ મહાવીર દેવના ભવો તો સત્તાવીસ જ કહ્યા છે. તે પછી આટલી મોટી સંખ્યા કેવી રીતે? ઉત્તર : વીસ જિનેશ્વર દેવના સમ્યક્ત્વ પામ્યા પછીના
આ પછીના ૧ ૮ ૧૬ ૨૦ ૨૨
૧૩ ૭ ૧૨ ૯ ૯ ૧૦ ૨૭
અને સત્તા પ્રભુજીના ત્રણ ત્રણ ભ કહ્યા છે, તે એક પણ વધારે નથી. જ્યારે પ્રભુ મહાવીર દેવને એક કટાકેટિ સાગરોપમથી વધારે કાળ બાકી હતા, ને નયસાર ભવમાં સમ્યકત્વ પામ્યા. તેથી નાના ભ ગણ્યા નથી, મેટા સત્તાવીસ ભ ગણવાની જ્ઞાની પુરુષની વિવેક્ષા છે.
પ્રશ્ન : એક હજારની ત્રીજી નેટને ચેર લઈ ગયા તેને ઉપનય બતાવે.
ઉત્તર: પહેલાનું દાનમાં વપરાયું. જગતના મનુષ્ય પશુઓના કેવળ કલ્યાણમાં વપરાયું. તથા પંચ મહાપરમેષ્ઠી ભગવંતે અને ચાર પ્રકાર શ્રી સંઘની વેયાવચ્ચમાં વપરાયું હતું.
બીજાનું પુણ્યધન, ત્રિપૃષ્ટવાસુદેવ, રાજા રાવણ, આઠમા-સુભૂમચક્રવતી, બારમા બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવા, અનંતાનંત-રાજવીઓ અને લક્ષ્મીપતિઓનું પુણ્યધન ખાવા-પીવા એશઆરામ-ગાન–તાન–ગુલતાન સાત વ્યસનના સેવનમાં ગયું તેવું જાણવું.
ત્રીજા પ્રકારના જીવે ગયા જન્મના મહાપુણ્યોદયથી પામ્યા ખરા, પણ બિચારાએ ઊંટ-બેલ–ને ગધેડાની માફક ભાર બોજો ઉચકનારા જ થયા છે. પિતે ખાધું નહીં, કોઈને ખાવા દીધું નહીં. પાઈ પૈસો દેકડે પણ પરમાર્થ–આખી જિંદગી, જેમ ઝાડુ વાળાનારો માણસ ભેગો કરીને, ગટરો કે ઉકરડામાં ફેંકે છે, જમીનને ચેખી કરે છે, તેમ બિચારા મમ્મણ ધવલ જેવા કૃપણે ખાય નહિ, ભગવે નહીં, કેઈને પણ આપે નહીં.
માખીએ તે મધ કીધું, ન ખાધું ન ખાવા દીધું લૂંટનારે લૂંટી લીધું ”
વળી પણ:
“જગમાં જર જેરી કરી, કર્યું ન સુકૃત કામા
વ્યર્થ ગયા તે વૈતરા, દાખે દલપતરામ.”