________________
૫૩૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આપ ભૂંડ, હરિણ, સસલાં, બકરા, ઘેટા, ગાય, ભેંસ, બળદ, પાડા, કુકડા, બતકાં, માછલાએને મારી નાખીને પોતાના દુષ્ટ સ્વાદને પિષ છો. દયાળુ પ્રભુને આ બધું ગમતું હશે ? દયાળુ પ્રભુના દીકરા પાપી હોય?
પ્રશ્ન : ઘોર હિંસા કરનાર મહાપાપીને, સાક્ષાત ફળ કેમ નહીં મળતું હોય?
ઉત્તર : જેમ કે જોરદાર ઝેર હોય તો તરત મરણ નિપજે છે. કેઈ કલાક, બે કલાકે મરે છે, કોઈને બેચાર દિવસે અસર થાય છે. કોઈ ઝેર વર્ષો પછી પણ મારનાર બને છે. પાપ પણ લગભગ અનેક પ્રકારના હોય છે. મેડાવહેલા ફળ આપે છે, પરંતુ એવાં જોરદાર દુઃખ આવી પડે છે કે, હસી હસીને કે કૂદી કૂદીને બાંધેલાં પાપ, અબજો વર્ષો રેવડાવીને જ વસૂલ થાય છે, પરંપરા પણ ચાલે છે.
પ્રશ્નઃ આ સ્થાને કઈ દાખલા છે? -
ઉત્તર : ઇતિહાસમાં દાખલાઓને પાર જ નથી. જુઓ પ્રભુશ્રી મહાવીર સ્વામીના આત્માએ, પિતાના ૨૭ જે પૈકીને, પહેલા ગ્રામોધ્યક્ષ નયસારના ભાવમાં બાંધેલા પુણ્યદયથી, પહેલા દેવલોકમાં અસંખ્યાતા વર્ષના આયુષવાળા દેવ થયા.
પ્રશ્ન : બીજા ભવમાં સૌધર્મ દેવલેકમાં દેવપણું છે. ત્યાં તો એકપલેપમનું જ આયુષ્ય છે, તે પછી અસંખ્યાતા વર્ષનું આયુષ કેમ કહેવાય ?
ઉત્તર : અસંખ્યાતા વર્ષોનું જ એક પોપમ થાય છે.
પ્રશ્ન : ચોરાસી લાખ પૂર્વનું આયુષ મોટું કે ? પપમનો અસંખ્યાતમો ભાગ માટે?
ઉત્તર : પપમને અસંખ્યાતમો ભાગ ચોરાસી લાખ પૂર્વના આયુષ કરતાં ઘણે મોટો હોય છે. અને તે જ નયસારના ભવે બાંધેલા શુભ પુણ્યદયથી, ભરત ચક્રવતીના પુત્ર મરિચિ થયા. અને મચિચિભવમાં બાંધેલા, નીચ ગોત્રનો ઉદય, એક કટાકેટિ સાગરેપમ સુધી (ફક્ત સો સાગરમ અને છાસઠ લાખ છવ્વીસ હજાર વર્ષ ઓછાં) ભોગવ પડ્યો. અસંખ્યાતા ભે, એકેન્દ્રિયાદિમાં થયા.
પ્રશ્નઃ મરિચિના ભવમાં દીક્ષા લીધી, મહાત્યાગી થયા, આખી જિંદગી યોગમાં જ રહ્યા તે પણ, સંસારમાં ભટકવું પડ્યું તેનું શું કારણ?
ઉત્તર : મરિચિના ભવમાં બ્રદ્ધાચર્ય જેવું જે કાંઈ સારું થયું, તેનું ફળ પાંચમું દેવલોક ૧૦ સાગરનું આયુ. સ્વર્ગમાં અવર્ણનીય સુખે ભગવ્યાં, પરંતુ મરિચિભવમાં, કરેલે કુળનો અભિમાન, અમારું કુળ જગતમાં અજોડ છે, તીર્થકરોમાં પહેલા મારા દાદા છે, ચકવતીમાં પહેલા મારા પિતા છે, અને અમે નવ વાસુદેવમાં પહેલા થવાના છીએ.