________________
૫૩૨
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મિત્રાનંદને માલિક, પારસકૂલ નામના દેશમાં જઈને, મિત્રાનંદને વેચી ઘણું પિસા કમાવાની વાત કરતો હતો. આવી વાતો સાંભળીને, મિત્રાનંદનું ચિત્ત, ચોવીસે કલાક, ઉનામણાના પાણીની પેઠે, ખૂબ જ ઉકળતું રહેતું હતું. ત્યાં તો કપના વિના જ રસ્તામાં, ઉજજયિની નગરી આવી. કેદ પકડાએલા મિત્રાનંદને, પિતાની જન્મભૂમિ, માતા-પિતા, સગાવહાલાં, મિત્ર, બધું યાદ આવ્યું. ભાવિ ભાવથી મિત્રાનંદને નાશી છૂટવાને અવકાશ પણ મળ્યો. ચોર, જુગારી, જાર ગુનેગારને રાત્રી મેટી મદદગાર થાય છે.
“ચેર–જુગારી–જારને, કેદી-નૃપ ધનહાર !
દુષ્ટ કાર્ય કરનારને, યામિની સુખકાર.”
મિત્રાનંદ અવસર પામી બંધને ફગાવીને નાઠે. પરંતુ નસીબ યોગે નગરના દરવાજા બંધ હતા, ચારે બાજુ ફર્યો, બનતા ઉદ્યમ કર્યો, પરંતુ પેસવાને લાગ ન સધાયો. છેવટે પાણીને ચાલવાના ખાળ-ગરનાળામાં થઈને પણ, ગામમાં પેસી જાઉં તે જ બચાવ થાય, એમ વિચારીને ગરનાળામાં થઈને, ગામમાં પેસવા લાગે. આ અવસરે રને ઉપદ્રવ ખૂબ હોવાથી, કેટવાળાએ મિત્રાનંદને, ચારની પેઠે સિતે જે. ચિંથરેહાલ હ. અજાણે હતો. તેથી કોટવાળોએ મિત્રાનંદને પકડીને ચેરબંધને બાંધી લીધો અને સેટીઓ, મૂઠીઓ, ચુંટીઓ, હુંસીઓના ખૂબ પ્રહારેથી, અર્ધમરણ જે બનાવીને, કોટવાળે મિત્રાનંદને મારી નાખવા માટે પોતાના સેવકને હુકમ આપ્યો કે, આ દુષ્ટ ચોરને વડના ઝાડની ડાળીએ, લટકાવી મારી નાખજે.
શિકારીઓના પાશલામાં અથવા પ્રહારોમાં, સપડાએલા હરિની પેઠે, દેવીના સ્થાનકે દેવી પાસે ઊભા રાખેલા મહીષ અથવા છાગની પેઠે, રાજાના ક્રૂર સિપાઈઓના સોટીઓના પ્રહાર વડે, વડના ઝાડ નીચે લટકેલા મિત્રાનંદના પ્રાણ ચાલ્યા ગયા. તે વખતે મિત્રાનંદને મેઈ-દાંડીની કીડા અને શબના વચને યાદ આવ્યાં અને વિચાર આવ્યા.
यत्र तत्र च वा यातु, यद्वा तद्वा करोत्वसौ । तथापिमुच्यते प्राणी, न पूर्वकृत कर्मणर १ विभवोनिर्धनत्वंच, बन्धनं मरणं तथा । येन यत्र यदा लभ्यं, तस्य तत्त त्तदा भवेत् २ याति दुरमसौ जीवोऽपायस्थानाद्भयदृतः । तत्रैवानीयतेभूयोऽभिनवप्रौढकर्मणा ३
અર્થ : જીવને જ્યારે કર્મને વિપાકેદય શરૂ થાય છે, ત્યારે ભલે ગમે ત્યાં ભાગી જાય, થાય તેટલા બચાવના પ્રયત્ન પણ કરે, પરંતુ અવશ્ય ભોગવવાનું કર્મ ભોગવવું જ પડે છે. ૧ છે
વળી પૈસા મળવાના હોય કે નિર્ધનતા સર્જાવાની હોય, અથવા મરણ કે બંધન થવાનું હોય તે જ્યારે, જે સ્થાને અને જેવી રીતે થવાનું હોય તે જ પ્રમાણે થાય છે. જે ૨ .