________________
૫૩૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રયત્ન વચ્ચે પણ, નસીબ વગરના છે, જરૂર મરણના શરણ થાય છે. મહાદુઃખોને ભગવે છે.
“હજારો હજુર રે'તા, ખમા ખમા જેને કે'તા વિશ્વમાંથી ગયા વે'તારે.”
( ઈતિ દલપતરામ) સ્વસ્થ બનેલા મિત્રાનંદને, તપસ્વીએ પૂછ્યું, હે ભદ્ર ! આ તેજસ્વી મનુષ્યઆવી વિકરાળ અટવીમાં, એકલો કેમ ભટકે છે? ત્યારે મિત્રાનંદે, આવા ઉપકારી
ગીરાજને, પિતાને સઘળે વૃત્તાન્ત કહી સંભળાવ્યો. યેગી મિત્રાનંદને દિલાસો આપી સર્પના દેશની વાત જણાવી, ચાલ્યો ગયો અને મિત્રાનંદ અફસેસ કરવા લાગ્યો.
હા, મૂર્ણ કદાગ્રહી એવા મેં, મિત્રની શિખામણ માની નહીં, અને એક પછી એક આવી ભયંકર આપત્તિઓની ભૂતાવળમાં ફસાયે. હજી પણ આગળ વધવું લાભકારક નથી. પાસે દ્રવ્ય નથી, સહાયક નથી. દિશા નકી નથી, નસીબ અનુકુલ નથી. માટે પાછો ફરું? અને મિત્રની પાસે પહોંચી જાઉં ?
આવા વિચાર કરીને પાટલીપુત્રની દિશાએ પ્રયાણ કર્યું. થોડા જ પ્રયાણમાં, વળી બીજી ચાર લોકોની ટોળકી મળી. મિત્રાનંદને પકડ્યો. લૂંટી લેવા તેનાં વચ્ચે તપાસ્યાં. કાંઈ ન નીકળવાથી, તેને દેરડાંઓથી સખત બાંધીને સાથે લીધે. રસ્તે ચાલતાં મનુષ્યને વેપાર કરનારા, અનાર્થો મળ્યા. અને દ્રવ્ય લઈને, મિત્રાનંદને તે વેપારી પાસે વેચી દીધે.
“પાદિયથી માનવી, ક્ષણમાં દુખિયે થાય
અનેક ઉદ્યમ આચરે, બધા નકામા જાય. ” ૧ “ ઉદય થાય જે પાપ તે, લક્ષ્મી ચાલી જાય છે
અગ્નિ-ચોર ને રોગના, ભય આવી ઉભરાય.” ૨ “માત-તાત-સુત-બેનડી, પાપોદય પલટાય !
પત્ની-મિત્ર કે બાંધવ, સુખદાયક નવ થાય.” ૩ “ દુખિયાને દુખ જ મળે, એ જગમાં ન્યાય !
ગુણ વગરનું કાષ્ટપણ, અગ્નિમાં ફેકાય. ૪ મઘવા મિત્ર બને બધા, સકલ સુરાસુર રાય ! સુખ દુખ પલટાતું નથી, કરતાં કોડ ઉપાય. ” ૫ પરમ ભક્ત પ્રભુવીરનો, જિનશાસન શૃંગાર કર્મોદય કેદી બન્ય, શ્રેણિક સમતિ ધાર.” ૬