________________
મેડાં કે નાના પાપ ગમે ત્યારે અવશ્ય જોગવવાં પડે છે
૫૩૩
કોઈ પણ આત્મા ગાદિનો ભય પામીને ગમે ત્યાં ચાલ્યો જાય, હજારો યોજન પણ વખતે જાય, પરંતુ ઉદય થએલું કર્મ, તેને તે જ સ્થાને પકડીને લાવે છે.
अवश्यमेव भोक्तव्यं, कृतंकर्मशुभाशुभं । नाभुक्तं क्षीयते कर्म, कल्पकोटिशतैरपि ॥ १ ॥
અર્થ : પ્રાણીઓને કરેલાં શુભાશુભ કર્મો અવશ્ય જોગવવાં પડે છે. ભગવ્યા વિના કઈ પણ કર્મ નાશ પામતાં નથી. કેઈ સાક્ષાત્ ભગવાય, કેઈ બીજા, ત્રીજા, ચોથા ભવમાં કે હજારો જન્મ પછી પણ અવશ્ય ભેગવવાં પડે છે.
પ્રશ્ન : આ ચાલુ જન્મમાં કરેલાં પાપ કે પુણ્યનું ફળ ચાલુ જન્મમાં જ મળે એમ નકકી નહિ?
ઉત્તર નાનામાં નાના પાપ કે પુણ્યનું, ચાલ જન્મમાં પણ ફળ મળે, પરંતુ મળે જ એમ નહિ.
પ્રશ્ન : કોઈ માણસનું ખૂન કરે, અથવા એવા બીજા મોટા ગુનેગારને, ફાંસીશૂળી મળે છે, તે પણ ચાલુ જન્મના જ પાપનું ફળ ગણાય ને?
ઉત્તર : કરેલાં પાપનું કે પુણ્યનું ફળ મેડું વહેલું જરૂર મળે છે. બાકી સરકાર તે, ગુનેગારને વખતે છડી પણ મૂકે છે, તેથી તે ગુનેગાર નથી અથવા હવે એને પાપનું ફળ નહિ મળે, એમ માનવાની જરૂર નથી.
મહાપાપી. અનેકનાં ખૂન કરનાર, લખલૂટ લૂંટ ચલાવનાર, અનેક બાળાઓનાં શીલ લુંટનાર, અનેક ગામે બાળનાર, હજારના શ્રાપ લેનાર પણ, આલાઉદ્દીન, તૈમૂર, બાબર, હુમાયુ, આલમગર, નાદીરશાહ જેવા રાજા બાદશાહો પણ ગુનાનાં સાક્ષાત ફળ પામ્યા નથી.
પ્રશ્ન : આ નામ ગણાવ્યાં તે બધાએ, અને આવા જેટલા થયા હોય તે બધાના ગુના, ઈશ્વરે કે ખુદાએ માફ કર્યા હોય છે, એમ ખરું કે નહીં? કારણ ભગવાન દયાળુ હોવાથી ઉદાર છે.
ઉત્તર ઃ ભગવાન દયાળુ છે, એવું માનનારને પૂછવું પડશે કે, પ્રભુ દયાળુ છે. તેમણે ઉત્પન્ન કરેલા આપણે કેવા ? દયાળુ કે અધમ ? જો ભગવાનને, દયાળુ માન હેય તે, જગતના પ્રાણીમાત્રનું ભલું ઇચ્છનાર છે એમ પણ માનવું જ પડશે. એક બાજુ આપણે બોલીએ છીએ “ભગવાન સબકા ભલા કરતા હૈ. ' બીજી બાજુ તે જ ભગવાનના સંતાન એવા