________________
માણસ એનો એ જ હેવા છતાં, નસીબ બદલાય તેમ તે પણ બદલાય છે.
૫૨૯
“ સમય-નસીબ બળવાન છે, પુરુષ નહીં બળવાન ભિલ્લે અર્જુન જિતિઓ, એહી ધનુષ એહી બાન.” ૧ “નવ મા વાસુ દેવજી, હતા મહા બળવાન ! જરા કુંવર એક બાણથી, વિષ્ણુ યા પ્રાણુ.” ૨
ત્રણસે સાઠ સંગ્રામમાં, એક ન લાગ્યું બાણ નિજ બાંધવ એક બાણથી, ગયા કૃષ્ણના પ્રાણ. ૩ પાંચ પાંડવ બાંધવા, બલ – વિદ્યા શૂરવીર છે પદ્મોત્તર સંગ્રામમાં, ફાવ્યા નહીં લગીર. ૪ મુંજ નરેશ્વર માલવી, ઘણા ર્યા સંગ્રામ !
પાપદય કેદી થયે. ખેયાં સુખ યશ નામ. ૫ અને નાસી છૂટ. મોટી અટવીમાં પડ્યો. સેવકે જીવતા રહ્યા તે પણ, લજજા અને ભયથી તમારી પાસે પાછા આવ્યા નહીં. હે અમરદત્ત રાજવી ! તમારા મિત્ર મિત્રાનંદે અટવીમાં ફળાદિ ખાઈને, પાણી પીને, એક વટ વૃક્ષની નીચે, રાત્રિના સમયે પરિશ્રમ દૂર કરવા નિદ્રાને આસરે લીધે.
નિદ્રા ખૂબ આવી. એટલામાં વટના કતરમાંથી એક વિકરાળ સર્ષ આવી મિત્રાનંદના શરીરે દંશ કર્યો. આખા શરીરમાં ઝેર વ્યાપ્ત થઈ ગયું. અહીં કેઈ બચાવનાર હતું નહીં. પરંતુ હજી આયુષ્યની દેરી મજબૂત હોવાથી, કેઈ યોગીરાજ ત્યાં આવ્યા. દયાના દરિયા યેગીએ મંત્રપ્રયાગથી-સંર્પનું ઝેર ઉતારી મિત્રાનંદને નિર્વિષ બનાવ્યો. જ્ઞાની ભગવંતે કહે છે કે
अरक्षितं तिष्ठति दैवरक्षितं, सुरक्षितं तद्विहतं विनश्यति ।
जीवत्यनाथोषि वने विसर्जितः कृतःप्रयत्नोपि गृहेविनश्यति ॥१॥
અર્થ : પ્રાણને કઈ પણ રક્ષણ કરનાર ન હોય, પરંતુ નસીબની સહાય હોય તે, તેને વાંકે વાળ કઈ કરી શકતું નથી. તથા એક બે નહીં, પણ હજારો રક્ષણ કરનારા હોય તે પણ, નસીબ ખલાસ થઈ ગયાં હોય તેને, કઈ બચાવી શકતા નથી. સ્વામી, માલિક કે રક્ષક, કઈ પણ ન હોય; અટવીમાં એકલો હોય, તે પણ, એને કઈ કાંઈ કરી શકતું નથી. સ્વયં બચી જાય છે, અને ઘરમાં હજારોની હાજરીમાં, પાર વગરના