________________
ઘર નેકરના અનાચારોએ સજલે કાળ કેર
૪૫૫ ચિલાતીપુત્ર અને સુષમાબાળાના કઠેર અને કરુણ વાર્તાલાપને, અસ્પષ્ટ સાંભળતા ધનાવહ શેઠ અને તેના પાંચ યુવાન પુત્ર, વધારે જોરથી આવી રહ્યા હતા. વૃક્ષોની આડ હોવાથી, કશું જણાતું નો'તું, તથા સમજાતું પણ નો'તું. પરંતુ બંને સ્વર જાણીતા હોવાથી, ઓળખી લીધા હતા અને આશા બંધાઈ હતી, એટલે પિતાની વૃદ્ધ દશા પણ અત્યારે જુવાન જેવું કામ કરતી હતી. પ્રાણીની આશા-થાક-ક્ષુધા-તૃષાને પણ ભૂલાવી દે છે.
વૃક્ષોની ઘટ હોવાથી સુષમાનું ખૂન થયું દેખાયું નહીં. પરંતુ સુષમાની ચીસ જરૂર સંભળાઈ હતી, એટલે કલ્પના થઈ કે બાળા થાકીને પડી ગઈ હશે? અથવા કાંટે કે બીજું કશું લાગ્યું હશે? ખૂનની કલ્પના પણ કેમ હોય ત્યાં તો સાવ નજીકમાં આવી ગયા, અને ક્ષણ વાર તરફડિયા મારતું, મસ્તક વગરનું ધડ જોયું. પ્રાણ નીકળી ગયા. શરીરમાંથી ધોધમાર લેહી નીકળી રહ્યું હતું. લેહીથી નજીકમાં એક ખાબોચિયું ભરાયું હતું.
ધનાવહ શેઠ અને તેના પાંચ પુત્રે, આ ભયાનક દશ્ય જોઈ કંપી ઉઠયા, તમ્મર આવ્યા, મૂર્છા આવી ગઈ. છએ જણે જમીન ઉપર પટકાઈ ગયા. ક્ષણવારે મૂર્છા વળી. બાપ-બેટા ખૂબ રોયા, વિલાપ કર્યો. તે વખતને આ કરુણ દેખાવ જોઈ, વનેચર પશુપક્ષીઓનાં ચક્ષુઓમાંથી આંસુ સરી પડ્યાં. અને ક્ષણ વાર સૂન-મૂન (શૂન્ય અને મૌન) થઈ ગયાં.
છેવટે વહાલી દીકરીના મસ્તક વગરના ધડને, ઉપાડી, છાતી ફાટી જાય તેમ, રડતા રડતા ઘેર આવ્યા. આખા નગરમાં, આ વાતની જાહેરાત થઈ ગઈ. શોકથી કે કુતૂહલથી, હજારો નરનારીને સમુદાય ભેગે થઈ ગયે. બાળાના ધડનો દેખાવ જોઈને, આવી અપ્સરા જેવી છોકરીનું, આવી રીતે ભયંકર મરણ, ભલભલાના ચિત્તમાં શોકનું કારણ બન્યું. નગર આખામાં હાહાકાર વર્તાઈ ગયા. સંસારને ધિક્કાર છે. વિષયની વાસનાઓને હજારો વાર ધિક્કાર!
નાની બાળકીને રમાડવા રાખેલે, ઘરની નોકરડીને છેક, આ અધમ નીકળ્યો. ચાંડાલ પણ ન કરે તેવું, અધમ કૃત્ય કર્યું. આ પ્રસંગ આજે પણ વાંચનારનાં ચિત્તને હચમચાવી મૂકે તેવો છે. તો પછી જેમણે સાક્ષાત્ જે હશે, તેમને કેટલો આઘાત થયે હશે. આ બનાવ જૈનશાસનના ગ્રન્થમાં અતિ પ્રસિદ્ધ છે. માટે જ ડાહ્યા માણસોએ વિચારવું જોઈએ કે :
“નારી, પુત્રી, બહેનના, શીલ-રક્ષણને કાજ ઘરનોકરનર નવ કરે, રહે ધર્મને લાજ.”
નાકર સાથે દીકરી, ભગિની કે ઘરનાર ક્ષણ રાખે એકાન્તમાં, એ પણ એક ગમાર.”
પિતાની દીકરી, બહેન, પત્ની કે માતાના શીલ રક્ષણ માટે, ઘરમાં પુરુષ–કર ક્ષણવાર પણ રાખે નહીં. રાજા મહારાજાએ કે શ્રીમંતે, દાસીએ, નેકરડી, કામ કરનારી, રાખે છે.