________________
४७०
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આવી જેને કુલટા નારી, જીવન તેનું દુ:ખિયું ભારી.’ છે ૧ |
મૂચ્છના આંકડા, વાંક્કા રાખી, ફાંકડા ખૂબ ફુલાય ! ઘેર આવ્યા વાઘણની પાસે, રાંકડા સાવ દેખાય છે જેને ઘેર કુલટા નારી, હરણિયું જેમ શિકારી.”
જીવન તેનું દુ:ખયું ભારી. | ૨ | છેવટે હરિવરના વૈરાગ્યની, નરસુન્દર રાજા ઉપર પણ ઘણી છાપ પડી. અને સર્વસ્વને ત્યાગ કરી, રાજાએ રાણી સહિત હરિવીર સાથે, તાપસી દીક્ષા લીધી. અને થોડા સમય પછી, મહાપુરુષ જયાનંદકુમારના સમાગમ પછી, તેમને ઉપદેશ પામી, ટીવીતરાગ શાસનની આરાધના કરી, સંસારને પાર પામ્યા.
આ કથા મુનિસુન્દરસૂરિમહારાજ વિરચિત યાનંદ ચરિત્રમાંથી લીધેલી છે. ઇતિ ઘરનેકરના અનાચાર સૂચક સાતમી કથા સંપૂર્ણ
અત્યાર સુધી આપણે આજ્ઞાપાલન અને સ્વચ્છેદાચારનાં શુભાશુભ પરિણામે જોઈ ગયા. હવે આજ્ઞાનું સ્વરૂપ બતાવાય છે.
પ્રશ્નઃ માતા, પિતા, વડીલ, વિદ્યાગુરુવૈદ્ય, માર્ગદર્શક કોઈની પણ આજ્ઞા ફલાવતી જ ગણાયને ?
ઉત્તર : ઉપર જણાવેલા તે તે સ્થાનના અધિકારીઓની, તે તે સ્થાનની મર્યાદા પૂરતી, આજ્ઞા પ્રાયઃ ફલવતી ગણાય, પરંતુ સર્વ સ્થાનમાં અખલિત અને વ્યાપક ફલવતી ગણાય નહીં. વખતે કઈ જગ્યાએ પિતાના સ્થાનમાં પણ વિપરીત બનવાનો સંભવ ખરે. કારણ કે, ઉપર બતાવેલા અધિકારીઓ, ઉપકારની ભાવનાવાળા હોવા છતાં, અજ્ઞાની છે. મેહનીયાદિ કર્મોથી ઘેરાયેલા હોવાથી, કયાંક સ્વાર્થવૃત્તિ પણ આવી જતાં, ત્રિપૃષ્ટવાસુદેવના પિતા, પ્રજાપતિ રાજાની પેઠે, મયણાસુન્દરીના પિતા પ્રજાપાલનપતિની પેઠે; વિજયસુન્દરી બાળાના પિતા, પદ્મરથરાજાની પેઠે, વણકપુત્ર કેલીયાના માંસની માગણી કરનાર, અતીત વેશધારી, વિષણુ ભગવાનની પેઠે, ગાધી નામના રાજા પાસે સત્યવતી કન્યાની માગણી કરનાર ઋચિક ઋષિ (અજેન કથા)ની પેઠે, વિપરીત પણ થઈ જાય છે.
પ્રશ્ન : આજ્ઞા એકપાક્ષિક ફલજ આપનારી છે એમ તે નહીંજને?
ઉત્તર : સર્વજ્ઞ-વીતરાગ અને યથાર્થભાષક, શ્રીજિનેશ્વરદેવેની આજ્ઞા એકાન્ત હિત કરનારી જ છે.