________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રશ્ન : રાણી સુકુમાર હતી, વળી ગર્ભ રહ્યો હતો, આટલી સ્પષ્ટ વસ્તુને દુર્લક્ષ્ય કેમ રાખી હશે? કે રાણું પિતાને, કારણ વિના મુશ્કેલીમાં મુકાવું પડયું. અને અકાળ મરણે મરવું પડયું. તથા દેવકુમારજેવા બાળકને પણ અકાળે માતાની સહાય ચાલી ગઈ. તાપને આવા નાના અને કેમળ બાળકની સારવારમાં, આત્મધ્યાનમાં, અંતરાયો ઊભા થયા આ બધું શા માટે ?
ઉત્તર : પૂર્ણકાળના મહાનુભાવ આત્માઓને જોરદાર વૈરાગ્ય, અને મહાસતીઓની પતિ પ્રત્યેની અમાપ લાગણી, સ્વામી સેવાની બલવત્તરતાના કારણે, જૈન અને જૈનેતર ઈતિહાસમાં, આવા પ્રસંગે નેંધાયા છે. અને તે બધા તેવા સંતો અને સતીઓની, ગૌરવ ગાથા સમાન બની ગયા છે.
નાના જન્મેલા અને માતા વિહોણું બાળકની, તાપ અને તાપસી બરાબર સારવાર કરતા હતા. તે પણ બાળઉછેરનું કપરું કાર્ય, તાપસને વારંવાર પિતાની આવશ્યક ક્રિયાઓમાં, વિનરૂપ લાગતું હતું. તેટલામાં ચાર-છ માસના ગાળામાં, ઉન યિનીથી વ્યવસાય માટે નીકળેલા, અને રસ્તામાં આવેલા તાપસાશ્રમમાં આવેલા દેવધર નામના શેઠને, કુમાર આપી દીધો. તેણે પણ અપુત્રી હોવાથી, અને પ્રભાવશાળી બાળકને જોઈને લઈ લીધે.
રત્નનિધાન જેવા બાળકને પામીને, શિધ્રપ્રયાણે દેવધર પિતાના નગરમાં પહોંચ્યો અને દેવસેના નામની પિતાની પત્નીને, બાળક સેં. અને નગરીમાં જાહેરાત થઈ ગઈ. દેવસેનાને પુત્રને પ્રસવ થયો છે. અમરદત્ત નામ પાડવામાં આવ્યું. દેવસેનાને એક નાની બાળા પણ હતી. બંને ભાઈબહેન સાથે ઉછરવા લાગ્યાં.
અહીં ઉજજયિની નગરીમાં, બીજો એક સાગરદત્ત નામને વણિક રહેતો હતો. તેને મિત્રશ્રી નામની પત્ની હતી અને અમરદત્તની સમાન વયનો મિત્રાનંદ નામનો પુત્ર હતો. નજીકમાં બંનેના રહેઠાણ હોવાથી, અને ગયા જન્મના સંસ્કારથી, જાણે રાજપુત્ર અને પ્રધાન પુત્રને હોય તેવી, અમરદત્ત અને મિત્રાનંદને મિત્રતા બંધાઈ ગઈ પછી બંનેને હંમેશ સાથે ભણવા, ગણવા, જમવા, રમવા, સુવાને કાયમી વ્યવસાય બની ગયો હતે.
એક વાર સમાન વયના છોકરાઓ, અડોલિકા, દાંડીની રમત રમતા હતા. તે વખતે નજીકના જૂના પુરાણા વડના ઝાડ સાથે, એક મડદું લટકતું હતું. અને બેત્રણ દિવસે થવાના કારણે, મુખ પહોળું થઈ ગયેલું હતું. આ બાજુ બાળકની રમતમાં અમરદત્તની ઉડાડેલી મેઈ, ઉડીને તે શબના મુખમાં પેસી ગઈ.
આ બનાવ જોઈ મિત્રાનંદ ખૂબ ખૂબ હસી પડ્યો. અને બોલ્યો, હે મિત્ર! મોટું આશ્ચર્ય થયું કહેવાય. આવી રીતે, અડલિકા; શબના મુખમાં પેસી ગઈ. વારંવાર થએલા મિત્રાનંદના હાસ્યથી, કોપાયમાન થએલા વડના ભૂતે, શબમાં પ્રવેશ કરીને, જોરથી અવાજ . હે મિત્રાનંદ ! આજ પ્રમાણે તારા મડદાને પણ, આજ વડના ઝાડ નીચે,