________________
મિત્રાનંદના પ્રયાસને મળેલી સફળતા
૫૯૭
તે હા પાડો. નહીંતર આ તમને આપેલું કલંક, તમારા ઉપરથી ઉતારીને, તમને નિષ્કલંક બનાવીને, હું મારા માર્ગે ચાલ્યા જઈશ. કન્યાને બળાત્કારથી લેવી તે ભયંકર પાપ છે. નારી જાતિ ઉપર કે મળતા અને દયાની લાગણવાળા પુરૂષે જ ન્યાયસંપન્ન ગણાય છે. માટે સંપૂર્ણ વિચાર કરીને જવાબ આપો. હું આપને સુખી બનાવવાની ઈચ્છા રાખું છું.
મિત્રાનંદને વૃદ્ધઅકાએ કહેલ બ્રહ્મચર્ય ગુણ, તથા નિર્ભય રાજમંદિરમાં રાત્રિ પ્રવેશ, વળી રાજાની પાસે પ્રપંચરચના, અને પુનઃ મેળાપ સાથે પણ મૃદુતા, અને ઉદારતા સાહસિકપણે જોઈને. સાંભળીને, પ્રભાવિત થએલી રાજકુમારી રત્નમંજરીએ, પિતાના ભવિષ્ય માટે પણ ખૂબ શ્રદ્ધા મજબૂત થવાથી, મિત્રાનંદ સાથે જવા સમ્મતિ બતાવી, ત્યારે મિત્રાનંદે રાજકુમારીને રાજા પાસે કરેલી, અને હવે કરવાની, હકીક્ત ટુંકાણમાં સંભળાવી દીધી.
રાજકુમારીએ વિચાર કર્યો કે, આ મનુષ્ય મોટો પરાક્રમી, અને પ્રભાવશાળી છે. અને મારી–ઉપર અકૃત્રિમ સ્નેહવાળે જણાય છે. માટે દુખને વહોરીને પણ, મારે આવા પુરુષને આશ્રય છોડવો જોઈએ. નહીં રાજ્ય લાભ સુલભ છે. પરંતુ આખી જિંદગી સુખદાયકમનુષ્યને સંગ દુર્લભ છે. આવો સુદઢ વિચાર કરીને, રત્નમંજરી બોલી : હે સુભગ ! મારા પ્રાણ પણ આજથી તારે આધીન છે. હું તારી સાથે આવીશ. હવે તારે જરા પણ શંકા રાખવી નહીં. તું સૂચના આપીશ, તે પ્રમાણે હું બધું જ સાચવી લઈશ.
નૃપતિ–નારી–અંધ ને, વાણી, જળ, સમુદાય
પરાધીન પશુઓ બધાં, જ્યાં દરે ત્યાં જાય.” આડંબર કરવા માટે, મિત્રાનંદે મહાસતી રત્નમંજરીને, થોડી ગુપ્ત સૂચનાઓ આપીને, ત્યાંથી નીકળી રાજસભામાં આવ્યો. રાજાને જણાવ્યું: રાજન્ ! આપનું અનુમાન સાચું છે. આપની પુત્રીને હવે ક્ષણવાર પણ, આપના આવાસમાં કે નગરમાં, રાખવા ગ્ય નથી. ડી વિધિ કરીને આ કન્યાને દેશનિકાલ કરવા માટે, એક ઘડીની જરૂર છે. અને તે પણ વેગવતી હોવી જોઈએ, કારણકે આપના પ્રદેશમાં સૂર્ય ઊગવો ન જોઈએ.
નહીંતર એ મરકી મારા કબજામાં રહેશે નહીં અને પાછી આવતી રહેશે. રાજાએ ઘડી અને બીજી પણ, સરસવ વગેરે સામગ્રી મંગાવી, મિત્રાનંદને.આપી. રાજકુમારીને પણ રવાના કરવાની તૈયારી કરાવી. રાજાને પાસે રાખી, મંત્રજાપપૂર્વક સરસવ ક્ષેપ કરીને, મારીને વશ કરવાને વિધિ થયો. મિત્રાનંદના સંકેત અનુસાર રત્નમંજરીએ ફત્કાર કર્યા. અને અગ્નિની જ્વાળાઓને દેખાવ થે. રાજાને વિશ્વાસ બેસી ગયો કે કુમારી-મારી છે.
અને નૃપતિ-સ્વયં નગરના પરિસર સુધી મૂકવા પણ ગયે. અને વળાવી પાછો આવી ગયું. પછી તે રત્નમંજરીને ઘોડી ઉપર બેસારીને, મિત્રાનંદ આગળ દોડત. રસ્તો બતાવતો, ચાલવા લાગ્યો. બેચાર માઈલ ગયા પછી, કુમારીએ મિત્રાનંદને, ઘેડી ઉપર