________________
૫૦૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આવી જવા માટે સૂચના કરી, અને ઘડીને ઊભી રાખી. હે સુભગ ! તમે પાયદળ કેમ ચાલો છે? ઘડી વેગથી દોડે છે. આપને પણ દેડવું પડે છે. હવે પાછળ કોઈને ભય નથી. માટે ઘોડી ઉપર આવી જાવ ? મિત્રાનંદ કહે છેઃ આ રાજ્યને થોડા પ્રદેશ નીકળી જવા દો.
ઘડી વાયુવેગિની હતી. બેચાર ક્ષણમાં દૂર નીકળ્યા પછી, રત્નમંજરી કહે છે કે, હે પુણ્યશાળી આત્મા : ઘડી હોવા છતાં આપ શા માટે પાદવિહાર કરે છે?
મિત્રાનંદને ઉત્તર : કારણ છે માટે થેડીવાર ચાલવા દો. રત્નમંજરીને પ્રશ્ન શું કારણ છે? ઘડીને ઊભી રાખી મિત્રાનંદ કહે છે: સાંભળોઃ
આ મારો પ્રયાસ મારા માટે નથી. હું તમને મારા મિત્ર માટે લઈ જાઉં છું. તેઓ ઘણા જ ગ્ય છે. તેમને જોવાથી, મારા આ પરિશ્રમ માટે આપને માન ઉપજશે. અને તમારા પિતાના ભાગ્ય માટે પણ ખૂબ ખૂબ પ્રસન્નતા અનુભશે.
રાજકુમારી રત્નમંજરી મહાસતી હતી. રૂપરંભા હતી. સાથે બુદ્ધિને પણ ખજાનો હતી. અત્યાર સુધીમાં તેણીએ મિત્રાનંદની પ્રામાણિકતા અને જિતેન્દ્રિયતા માટે જે સાંભળ્યું, અને અનુભવ્યું હતું, તેના ઉપર અત્યારની મિત્રાનંદની વાત સાંભળીને તે શિખર ચડયું હતું. કુમારી વિચારે છે કે જ્ઞાનીમહાપુરુષેએ “વદુરસ્ત વજુર” કહેલ છે તે તદ્દન સાચું છે.
“વિધવાનારી, બાલકુમારી, કુલાંગના કે વેશ્યા ઘણું પામરો રૂપ જોઈને, હલકી લાવે લેશ્યા. ૧ “રહનેમિ જેવા પણ સંત, એકાન્તવાસને પામી મહાસતી રાજુલને દેખી, થયા ઉન્મારગ ગામી.” ૨ “રાજકન્યાનું રૂપ સાંભળી, ઘણા પામરે ઝગડે, રણભૂમિમાં લડી બાથડી, પ્રાણુ ગયા વનવગડે.” ૩
અનેક નારીનાથ રાવણે, ક્લેક મોટું લીધું સીતા જેવી મહાસતીને, કષ્ટ ભયંકર દીધું.” ૪
ચંડ પ્રતિ માલવને રાજા, અનેક નારી સ્વામી વેશ્યાની બાળાઓ દેખી, પ્રકટી શિઘ ગુલામી.” પ
માલવાજા મુંજનરેશ્વર, રૂપવતી બહુ નારી ! પરનારીમાં ભાન ભૂલીને, ભટક ભિક્ષાચારી.” ૬