________________
૫૧૬
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અથ : ઋષભદેવસ્વામીના પ્રથમ પુત્ર અને બાર પૈકીના પહેલા ચક્રવતી, ભરત મહારાજાની વંશ પરંપરામાં જ અસંખ્યાતા, રાજાધિરાજે થયા છે. તેમના જ વંશજ જિતશત્રુરાજા. અને સુમિત્રરાજા બે સગા ભાઈ, રાજા અને યુવરાજ થયા છે. જિતશત્રુ રાજા દીક્ષા લઈ મોક્ષ પધાર્યા અને અજિતનાથ જિનેશ્વર રાજા થયા. દીક્ષાને અવસર આવતાં, પોતાના કાકાના દીકરા સગરને, રાજ્ય આપી, પ્રભુજીએ દીક્ષા લીધી, સગર ચકી થયા. છ ખંડના માલિક થયા પરંતુ છેવટે પ્રભુના શાસનમાં દીક્ષા લઈ મોક્ષ પધાર્યા.
આ પ્રમાણે અજિતનાથ સ્વામી સુધીના ભરત ચક્રવતીના વંશજો બધા જ અખંડ પ્રતાપી રાજા થયા. બધા જ જીવદયામય વીતરાગ ધર્મ પાળનારા હતા. માટે બધા જ રાજાઓએ, શ્રી શત્રુંજયગિરિરાજના સંઘે કાઢ્યા હતા. બધાએ ગિરિરાજ ઉપરના ચિત્ય અને પ્રતિમાઓના પુનરોદ્ધાર કરાવ્યા હતા. બધાઓએ અનેક સ્થાને ઉપર જૈન ચિત્ય અને પ્રતિમાઓ ભરાવી હતી. --
આ વાત ઉપરાંત પણ ભરત ચક્રવર્તી પિતે અને તેમના પછીના આઠ રાજવીઓ : આદિત્યયશા (સૂર્યયશા) મહાયશા, અતિખેલ, બલભદ્ર, બલવીર્ય, કીર્તિવીર્ય. જલવીર્ય, દંડવીર્ય, આ બધા, મહાપુરુષે આખી જિંદગી રાજ્યકાર્યવ્યગ્ર રહ્યા હોવા છતાં, આરી શાભુવનમાં કેવલજ્ઞાન પામ્યા હતા. મહાપુરુષો સ્થિતિ પાકે ત્યાં સુધી ત્યાગી ન થાય તે પણ, અત્યંતર જુદું જ હોય છે. આત્મા જાગતું હોય છે.
પ્રશ્ન : સંસારમાં વસવા છતાં, નિલેપ રહેનારા મહાપુરુષોની દશા કેવી હોય ? ઉત્તર :
પંકજ નામ ધરાય પંકણું, રહત કમલજીમ ન્યારા ચિદાનંદ ઇસ્યા જિન ઉત્તમ, સો સાહીબકા પ્યારા.” ૧
સંસાર અનતે છે. ચોરાસી લાખ નીમાં, મારે આત્મા એક–એકમાં અનંતીવાર જઈ આવ્યો છે. મારા જીવે દુખ, યાતનાઓ, પીડાઓ, વ્યાધિઓ, વિજો, મુંઝવણે, માર ખાવામાં ઓછાશ રહી નથી. હું એકેક નરકાવાસમાં પણ, અનંતીવાર જઈ આવ્યો છું. આ બધાનું કારણ વિષયે અને કષાય છે.
વિષય અને કષાયોની પ્રેરણાથી જ, આત્મા હિંસાદિ-મહાપાપ કરે છે. પછી તે પાના ઉદયથી નરક અને પશુગતિઓમાં અભાગી જીવડાઓને જવું પડે છે.
પ્રશ્નઃ પાપ બંધ કરવાને સહેલો ઉપાય શું?
ઉત્તર : સાચી જૈન શાસનની ઓળખાણ થવી જોઈએ. જેમ વેપારી પિતાના ધંધામાં ખૂબ ઊંડે ઊતરે છે. ધંધો ખીલવવાના શક્ય બધા જ ઉદ્યમ કરે છે. તેમ જૈન શાસન સમજવું જોઈએ. તેણે સમજવાના સાધનેને