________________
૫૧૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ માર નથિમાંમરણના ભય જે જગતમાં બીજે ભય નથી. પરંતુ આ વાત આખા જગત માટે એકસરખી હોવા છતાં પ્રમાદી જોને, મરણ નજરે દેખાતું નથી.
મરતા લાખો માનવી, કાનેથી સંભળાય આંખે મડદાં દેખિયે, પણ ભય ચિત્ત ન થાય કે ૧. ક્ષણ ક્ષણ મરતા સેંકડો, લાખે મરે દિનરાત | માસ મધ્યે કોડે મરે, મરણ જગવિખ્યાત.” મે ૨ “સઘળા આ સંસારમાં, એકજ જીવ વિચાર મરણ અનંતા ભોગવ્યાં, ચારગતિ મોઝાર” | ૩ |
તોપણ નિષ્ફર જીવને, મરવાને ભય નય. જે મરણભય થાય તે, પાપ કરે નહીં કોય’ છે ૪ છે
એક દિવસ મિત્રાનંદે, અમરદત્ત રાજવીને એકાન્તમાં કહ્યું : રાજન? તે શબના મુખથી નીકળેલા શબ્દો, ક્ષણવાર પણ મારા ચિત્તને છોડીને, બહાર જતા નથી. માટે મને હવે કયાંઈ દૂર જવાની રજા આપે. કારણ કે બહુ નજીકમાં રહેવાથી, હવે મારા ચિત્તની શાંતિ સ્થિર રહેતી નથી. રાજા અમરદત્તે મિત્રાનંદને, આનંદ આપવાના બધા પ્રયત્ન કરી જોયા, પરંતુ નકામા ગયા.
છેવટે મિત્રાનંદને, બહુ દૂર પ્રદેશ જવાની, બધી સગવડ કરી આપી. ઘણા આપ્ત મનુષ્ય સાથે મોકલ્યા. ખૂબ દ્વવ્ય, સારાં વાહનો, બળવાન સિનિકે, પણ સાથે આપ્યા. અને બધાને ભલામણ કરી કે, મારા મિત્રને, કશી મુશ્કેલી ન આવે, તેનું ધ્યાન રાખશે. અહીંથી વસંતપુર નગર જવું. ત્યાં પહોંચ્યા પછી કઈ કઈ માણસો દ્વારા, મને વારંવાર સુખ સમાચાર પહોંચાડવા. દ્રવ્યની જરૂર પડે તેટલું મંગાવવું. બધી ભલામણ કરી મિત્રાનંદને પ્રદેશ સ્થાન કરાવ્યું.
અહીં રાજા અમરદત્ત, ગયા જન્મના પુણ્યાનુબંધી પુણ્યનું ફળ ભેગવે છે. દેવ જેવા દિવસો જાય છે.
પ્રશ્ન : પુણ્યાનુબંધી પુણ્ય કોને કહેવાય ?
ઉત્તર : આ જૈન શાસન એટલે તત્ત્વોથી ભરેલું શાસન છે. જ્ઞાની પુરુષોએ જ્ઞાનથી જોયેલું જ પ્રકાર્યું હોવાથી, ફરમાવે છે જીવો ચાર પ્રકારના છે. ૧. પુણ્યાનુબંધિ પુણ્ય ભેગવનારા. ૨. પાપાનુબંધિ પુણ્ય ભેગવનારા. ૩. પુણ્યાનુબંધિ પાપ ભગવનારા. ૪. પાપાનુબંધિ પાપ ભગવનારા. આ રીતે સર્વ જગતના જે ચાર વિભાગે વહેંચાએલા જાણવા.