________________
પાપ બંધ થાય તેવાં સાધનને ઓળખવા અને વધારવા
૫૧૭
પાસે વસાવવા જોઈએ. નિસ્પૃહી. નિર્લોભી (મુધાજીવી), વિદ્વાન, તત્ત્વવેતા, ગુરુઓને ઓળખવા જોઈએ.
ગુરુઓનાં વ્યાખ્યાનમાં, સેંકડે ગ્રન્થ સાંભળવા મળે, પછી પિતાની મેળે, ગ્રન્થ વાંચવાથી, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વીનાં વર્ણન વાંચવા મળે છે. તેમાંથી કુગુરુ–સુગુરુની પણ સમજણ તરી આવે છે. સુગુરુઓ દ્વારા જ આત્માને સાચે ધર્મ મળી શકે છે. સાચો ધર્મ સમજાય તો જ, આત્માના અભ્યદયની શરૂઆત થાય છે.
પ્રશ્ન : ગુરુ ગમે તેવા હોય, અથવા ગુરુ ગમે તેમ વર્તે, આપણે જોવાની શી જરૂર? ગુરુના છિદ્રો શોધવાથી આપણને શું ફાયદો?
ઉત્તર : સુગુરુ-ઉત્તમ ગુરુના આચરણે ખરાબ હોય જ નહીં, પછી તેમના છિદ્રો પણ આપણને જોવા મળે જ કેમ? સુગુરુએ સુવર્ણની જેવા બાહ્ય અત્યંતર નિર્મળ જ હોય છે. તેમના બાહ્ય આચારો સારા હોવાથી લોકોનું આકર્ષણ વધે છે. હિરસૂરીશ્વરજી મહારાજ અને તેમના શિષ્ય પ્રશિષ્ય, શાન્તિચંદ્ર ઉપાધ્યાય, ભાનુચંદ્ર ઉપાધ્યાય વગેરે ખૂબ વિદ્વાન હતા. સાથે બાહ્ય અત્યંતર આચરણ પણ એટલું નિર્મળ હતું, કે જેને શહેનશાહ અક્કબર ઉપર મહાન પ્રભાવ પડ હતો.
પ્રશ્ન : કેટલાક લોકોમાં એવી વાતો સંભળાય છે કે, હિરસૂરીશ્વરજી મહારાજ અને તેમના શિષ્યોએ, શહેનશાહ અકબરને ચમત્કારે બતાવીને વશ કર્યો હતો. આ વાત સાચીને?
ઉત્તર : આ વાત બિલકુલ સાચી નથી. અમને વાંચવા પ્રાપ્ત થએલા, હીરસૂરિ મહારાજના જીવન પ્રસંગે જણાવનારા, હીરસૌભાગ્ય, વિજય પ્રશસ્તિકાવ્ય, ઋષભદાસને બનાવેલે હીરસૂરિ રાસ, વિજયલક્ષ્મી સૂરિના કરેલાં કેટલાંક છૂટા વિધાને, સૂરીશ્વર અને સમ્રાટ, ઇતિહાસ વગેરે ગ્રન્થોમાં, હીરસૂરિ મહારાજાએ અકબર બાદશાહને, ચમત્કાર બતાવ્યાની વાતે, જાણવા મળી નથી. કોઈ પુસ્તકમાં લખાઈ કે સંગ્રહાઈ નથી.
પ્રશ્ન: તો પછી લેકમુખે દંતકથાઓ કેમ ચડી ગઈ હશે?
ઉત્તરઃ વચમાં અઢારમી અને ઓગણીસમી સદીમાં બેસૈકાઓમાં, ગારજી લેકેનું, જેનસમાજ ઉપર વર્ચસ્વ થઈ ગયું હતું. ગોરજી વર્ગ પ્રાયઃ કામણ ટુંમણઝાડા-દોરા-ધાગા ઉપર જ પિતાના પ્રભાવ જમાવનારા હતા.
પ્રતિકમાણાદિનિત્ય અને આવશ્યકક્રિયાઓ ઉપવાસાદિતપસ્યાઓ અને અષ્ટપ્રવચનમાતાઓ ખોઈ બેસેલાઓને, ચમત્કારના માર્ગો લેવા પડ્યા હોય છે.