________________
પર૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રશ્ન : નિગોને આપણે કેમ જોઈ શકતા નથી?
ઉત્તર : નિગોદના સૂમ અને બાદર બે ભેદ કહેલા છે. તેમાં સૂક્રમ નિગોદને આપણુ જેવા ચર્મ ચક્ષુ જીવે દેખી શકતા નથી. તે તો કેવળી ભગવંતેના વચનથી માન્ય છે, તથા થુવર, કુંવાર, કેશલપત્ર, બધા પ્રકારના કંદમૂલ, આવી બધી વનસ્પતિઓ અનંતકાય હોય છે. તેને બાદર નિગોદ કહેલ છે.
પ્રશ્ન : તે પછી તીર્થકર દે વગેરે, મહાપુરૂષના ભવો ગણાયા છે તે કેવી રીતે?
ઉત્તર તીર્થંકરદેવના આત્માઓ સમ્યકત્વ પામે, ત્યાંથી ભ ગણાય છે. વળી કેટલાક ઉત્તમ જીવોના ભવ પણ ગણાય છે. જેમકે શંખ રાજા–કલાવતી રાણી. શ્રીપાલરાજા અને મયણાસુન્દરી રાણી. શ્રી ચંદ્રરાજાના ભો. જયાનંદ રાજાના ભવ. રામ-લક્ષ્મણસીતાજીના ભવે. કૃષ્ણ–બલભદ્રના ભવે. આ બધામાં ક્યાંક સમકિતથી, ક્યાંક માર્ગોનુસારિપણાથી, કયાંઈક ભદ્રિક ભાવથી, ઉત્તમનિમિત્તોથી, ભવે લખાયા જાણવા.
પ્રશ્ન : કૃષ્ણ વાસુદેવ અને બલરામના ભવે કેટલા છે?
ઉત્તર : આઠ છે. તેઓ પહેલા ભવમાં ખેડૂત, ચંદ્ર અને શૂર બે ભાઈ હતા. ત્યાંથી મારીને શુભ ભાવે આયુષ્ય બંધાયું હેવાથી, એક વણકના રાજલલિત અને ગંગદત્ત બે પુત્ર થયા હતા. ભાવિભદ્ર હોવાથી, બે ભાઈઓ સાથે ચારત્ર લીધું, નિરતિચાર આરાધ્યું, પરંતુ નાના ભાઈ ગંગદત્ત, નિયાણું કર્યું. બંને કાલધર્મ પામીને વૈમાનિક દેવ થયા.
ત્યાંથી ચવીને મોટાભાઈ રાજલલિતને જીવ, અને નાનાભાઈ ગંગદત્તને આત્મા, બન્ને ભાઈઓ શૌર્યપુરનગરના રાજવી સમુદ્રવિજયના ભાઈ સૌથી નાના દશમા નંબરના પરંતુ મહાપુણ્યશાળી એવા વસુદેવ રાજાની રાણીએ રોહિણી, અને દેવકીજીના પુત્રપણે જમ્યા. અને કમસર બલભદ્ર અને કૃષ્ણ નામ થયા. અને શ્રીજૈનશાસનમાન્ય નવ નવ બલદે, વાસુદેવ પૈકીના, નવમાં બલદેવ વાસુદેવ થયા. આ તેમનો ચોથો ભવ થયો. અને હવે પછી ચોથા ભવે, કૃષ્ણમહારાજ આવતી ચોવિસીના બારમા અમમસ્વામી, તીર્થકર થઈમેક્ષ પધારશે. અને બલભદ્ર સામાન્ય કેવલી થઈમેક્ષમાં જશે.
પ્રશ્ન : આ જગતમાં મહાન પુરુષે કોને કહેવાય છે?
ઉત્તર : શ્રીજૈનશાસનમાં, ત્યાગની મુખ્યતા છે. હિંસા, અસત્ય, ચેરી, મૈથુન, પરિગ્રહની મમતા આ પાંચ મહાપાપે ઉપરાંત ચાર કષાયો-રાગદ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પેશન્ય રતિ, અરતિ, પરનિન્દા, માયામૃષા, અને મિથ્યાત્વ આ અઢાર મહા પાપથી જગત ભરેલું છે. પ્રાણીમાત્રમાં, ઓછા વધુ પ્રમાણમાં, આ અઢાર પાપ હોય છે.