________________
સ‘સારમાં રહેલા ત્રણ પ્રકારના જીવાના વિચાર
૫૨૩
જીવા ત્રણ પ્રકારના ખતાવ્યા છે. ભવ્ય, અભવ્ય અને જાતિભવ્ય, તેમાં બીજા અને ત્રીજા અનાદિ અનંત સંસારમાં હતા, અને રહેવાના છે. તેઓ મેાક્ષ પામવાના નથી.
પ્રશ્ન : અભવ્ય અને જાતિભવ્યને અર્થ શું?
ઉત્તર : જેમનામાં મેાક્ષ મેળવવાની ચેાગ્યતા જ નથી. જેમ કેવળ ખારા રણમાં પુષ્કળ વરસાદ પડે તો પણ, વનસ્પતિ ઉગતી નથી. વળી જેમ આરમેઘ વરસે તે પણ મગશેલ પથ્થર પલળતા નથી. તેમ અનંતા કેવલી ભગવંતાની દેશના સાંભળે તે પણ અભવ્ય જીવડા મેાક્ષને માને જ નહીં. તેથી જૈની દીક્ષા લે. ચેાખી પાળે પણ, મેાક્ષમાં જાય જ નહીં. વખતે દેવગતિ પામે. તથા જાતિભવ્ય જીવેામાં ચેાગ્યતા હેાવા છતાં સામગ્રીના મેળાપ થયા નથી, અને થવાના નથી. જેમ સ્વયંભૂરમણ સમુદ્રના તળિયાની માટીમાં, ઘટ બનવાની લાયકાત હેાવા છતાં, નિમિત્ત કારણેા મળ્યાં નથી, મળવાનાં નથી. માટે તે માટીના ઘડા થયા નથી અને થવાના પણ નથી. સામગ્રીના અભાવે, જાતિભવ્યેા બહાર નીકળતા જ નથી.
પ્રશ્ન : ભવ્ય જીવોના અર્થ શું ?
ઉત્તર : જેમનામાં મેાક્ષગમનની લાયકાત છે. અને સામગ્રી મળવાની શકયતા પણ છે. માટે ભવ્ય જીવ કહેવાય છે.
પ્રશ્ન : સર્વે ભવ્ય જીવા મેાક્ષ જવાના એમ ખરું ને ?
ઉત્તર : ભવ્ય જીવા જ, મેાક્ષમાં જાય છે. પરંતુ બધા જ ભવ્ય જીવા મેાક્ષમાં જવાના, એ બરાબર નથી. કારણ કે કાળ અના છે. તેનાથી પણ અનંતગુણા ભવ્ય જીવા છે. માટે અનંતા પુદ્દગલ પરાવો પછી પણ સિદ્ધ થયેલા જીવાની સંખ્યા પાંચમા અનતે જ રહેવાની છે. અને સંસારમાં, ચાર ગતિમાં રહેલા જીવેı, આઠમે અનંતે જ હશે, રહેવાના છે. વાંચા શાસ્ત્ર પ્રમાણ—
जयाइ होइ पुच्छा, जिणाण मग्गमि उत्तरं तइया । इक्कस्स निग्गोयस्स, अणतभागो सिद्धिगओ ||१||
અર્થ : શ્રી જિનેશ્વર દેવાના શાસનમાં, હવે પછી અનંતાકાલે પણુ, અનંતા પુદ્ગલ પરાવર્તી ગયા પછી પણ, કોઈ પ્રશ્ન પૂછે કે, મેાક્ષમાં કેટલા ગયા ? અને કેટલા બાકી રહ્યા ? ત્યારે ઉત્તર એક જ છે કે, એક નિગેાદમાં રહેલા જીવાની સંખ્યાના, અનંતમે। ભાગ મેક્ષમાં ગયા છે. અનતાનત જીવા ખાકી છે.
પ્રશ્ન : તે પછી નિગેાઢા કેટલી છે? નિગેાદ શબ્દના અર્થ શું છે? નિગોદા કયાં રહે છે ?
ઉત્તર : નિગોદા અસંખ્યાતી છે. અનંતા જીવાનું એક શરીર તેને નિગેાદ કહેવાય છે. અને જેમ કાજળની ડબીમાં કાજળ ભરેલુ હાય છે. તેમ ચૌદ રાજલેાકમાં નિગેાદે ઠાંસી ઠાંસીને રહેલી છે.