________________
એક જ સામગ્રી વિવેકીને સ્વર્ગ કે મેક્ષ આપે છે અવિવેકીને નરકાદિમાં લઈ જાય છે. ૧૧૯
પ્રશ્નઃ તે પછી રાજેશ્વરી તે નરકેશ્વરી આવી કહેવત સાચી કે નહી?
ઉત્તર : રાજ્ય, લક્ષ્મી અને અધિકાર આ ત્રણે વસ્તુ પુણ્યથી મળે છે. પરંતુ આ ત્રણે વસ્તુને સદુપયોગ થાય તે, સંપ્રતિ રાજા, કુમારપાલ રાજા, વસ્તુપાળ તેજપાળ જેવા દ્વારા અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, વિગેરે સુકાર્યો થવાથી, પુણ્યથી પુણ્ય વધે છે. હજારોનું ભલું થવાથી, પુણ્યને સદુપયોગ થયો ગણાય છે. આવા મહાપુરુષે રાજ્ય પામીને, લક્ષમી પામીને, અધિકાર પામીને, સ્વર્ગ અને મોક્ષમાં ગયા છે. જાય છે.
પરંતુ આનાથી ઉલટા લડાઈ લડીને, અનેક સ્ત્રીઓ, ભેગી કરીને, માંસાહાર મદિરાપાન. શીકાર ખેલીને. ચોરી કરીને રાંડો–રખાતે, વેશ્યાઓ ભેગવીને, લોકોને ત્રાસ આપીને, ગામો સળગાવીને, લુંટ ચલાવીને, લોકોને ઘરબાર, માલમિલ્કત પરિવાર ભ્રષ્ટ બનાવીને, સુખ ભોગવનારા નરકાદિગતિઓમાં જાય છે, ગયા છે, તે બરાબર છે.
પ્રશ્ન : કેટલાક દ્રઢપ્રહારી અને અર્જુનમાલી જેવા અધમઆત્માઓ પણ મેક્ષમાં ગયા છે. તે સાચું કે નહીં ?
ઉત્તર : આવા અધમ જીવો પણ, એક બેજ નહીં પરંતુ, હજારે લાખે અથવા અનંતકાળે અનંતા, સ્વર્ગ અને મોક્ષમાં પણ ગયા છે. પરંતુ તેઓ પોતાના અધમકૃત્યના ફળરૂપે સ્વર્ગ કે મોક્ષ પામ્યા છે, એમ સમજવું નહીં. પરંતુ અજ્ઞાની હતા ત્યાં સુધી પાપ થયા. અને જ્યારે સમજ્યા ત્યારે, તે જ ક્ષણે પાપ માટે ખૂબ તિરસ્કાર થયો. અને પાપ છોડયાં, મન, વચન, કાયા, ત્રણે સ્થાનેથી પાપને દેશવટો આપ્યો.
તત્કાળ સર્વવિરતિ ચારિત્ર લીધું. ખૂબ ઉપસર્ગ–પરિષહને આનંદપૂર્વક સહી– લીધા, ઘોર તપશ્ચર્યા કરી. શીત, તાપ, ક્ષુધા, તૃષાને સહન કર્યા. શત્રુ, મિત્ર, રોગઆરેગ્યમાં સમભાવ રહ્યા. સ્મશાને કે પર્વતની ગુફાઓમાં, વીસે કલાક ઊભાઊભા ધ્યાન કર્યું. ચંદનને લેપ અને તરવારના પ્રહારમાં સમભાવ રહ્યા. તેવા મહાપુરુષે સ્વર્ગ અથવા મોક્ષમાં ગયા હોય તે, તદ્દન વ્યાજબી છે. કર્મનું દેવું કરેલું, ભરપાઈ થયું, માટે તેમને સંસારના કેદખાનામાંથી છુટકારો થયો છે.
પ્રશ્ન : ચારિત્ર સરખું પાળે છતાં એક મેક્ષમાં જાય બીજે સ્વર્ગમાં જાય છે, તેનું શું કારણ? જેમકે ઉત્કૃષ્ટ ચારિત્ર પાળનારા ધનાકાનંદી ધના-શાલિભદ્ર જેવા મહાપુરૂષોને મોક્ષ મળ્યું નહીં. અને શાલ મહાશાલ જેવા વગર મહેનતે મેક્ષમાં ગયા. તેનું શું કારણ?
ઉત્તર : કઈ મડાપુરૂષને ભવસ્થિતિ પરિપાક સંપૂર્ણ થઈ ગયું હોય અને ભાવનારૂઢ થઈ જાય તે, મરુદેવી માતા જેવાએ હાથી ઉપર બેઠા બેઠાં, કેવલજ્ઞાન અને મોક્ષ મેળવ્યું છે. મોક્ષની પ્રાપ્તિમાં ભવસ્થિતિ પરિપાક ન થયો હોય તેવા આત્માઓ, તપ અને ક્રિયામાં ઘણા ઉત્કૃષ્ટ હોય તો પણ, પાછળ રહી જાય છે. જેમ ઓગણીશમાં જિનેશ્વર