________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સ્ત્રી–પરિવાર સુંદર ખાનપાન, મંગલા-બગીચા જેમને હાય જ નહીં અને તે તે વસ્તુ ભાગવતા ન હેાય, તેના સ્વાદ ચાખતા ન હેાય, તેને જ્ઞાનીમહાપુરુષા ત્યાગી માનતા જ નથી.
૫૧૦
વાંઢા અને રાંડેલી સ્ત્રીએ બ્રહ્મચારી ગણાય નહીં પામરા લુપ્પુ' જમે. ભીક્ષુકા નગ્ન રહે આ કાંઈ ત્યાગ નથી. પરંતુ સુન્દર મનપસંદ અને સ્વાધીન સામગ્રી મળે તે પણ તેને અડકે નહી, ચાખે નહીં, તે જ સાચા ત્યાગી છે. કહ્યું છે કે :
“ જે ધન- કંચન–કામિની અછતે અણુ ભાગવતા રે । ત્યાગી ન કહીએ તેહને, જો મનમાં સવીોગવતા રે ’” “ ભાગ સંયાગ—ભલાલડી, પરિહરે જેહ નિરીહરે । ત્યાગી તેહીજ ભાખી, તસપદ નમુ` નિશ હિરે ”
ભલે તે ગૃહસ્થ હેાય પરંતુ પરનારી–વેશ્યાના ત્યાગી પુરુષાને, જ્ઞાનીઓએ બ્રહ્મચારી કહ્યા છે. મિત્રાનંદના આવા નિસ્પૃહ આચરણથી, રાજકુમારી રત્નમંજરી, ખૂબ પ્રભાવિત થઈ, અને મિત્રાનંદના વચન ઉપર વિશ્વાસ મજબૂત થયા.
વાયુના વેગવાળી ઘેાડીના પ્રયાણથી; એક જ રાત્રિમાં, ઉજ્જયિનીથી, પાટલીપુત્રના પરિસરમાં, રાજકુમારી રત્નમંજરીને લઈને, મિત્રાનદ આવી પહોંચ્યા. અહી આજે ૬૧મે દિવસ હેાવાથી, નગરની બહાર, નદીના કિનારે, રત્નસાર શેડ વિગેરે ઘણા માણસા, વારવા છતાં પણ, અમરવ્રુત્ત ચિતામાં પ્રવેશ કરવા તૈયાર થઈ ગયા હતા.
નગરની બહાર નદીના કિનારે હજારો માણસાની ભીડ જામી હતી. અમરદત્ત ચિતાને ફરતી પ્રદક્ષિણા આપતા હતા. સજ્જન માનવીએના ચક્ષુએમાંથી અશ્રુધારા ચાલતી હતી. તેટલામાં મહાભયંકર દુષ્કાળમાં વરસાદના આગમનની માફક, બે હાથ ઊંચા કરીને, સબૂર સબૂર ખામેાસ-ખામેાસના અવાજો કરતા, મિત્રાનઢ દોડતા આવ્યેા. અને મિત્રના પગામાં પડ્યો.
અને સાથેાસાથ સાક્ષાત લક્ષ્મીદેવી જ હોય એવી, રાજકુમારી રત્નમંજરી પણ. અશ્વારાહિણી આવીને, માણસાના ટાળાની એકબાજુ, ઘેાડી ઉપરથી નીચે ઉત્તરી ઊભી રહી. આ વખતે એકજ ક્ષણ પહેલાના, મહાભયંકર દેખાવ પલટાઈ ને, મહાનંદમય બની ગયેલા જોઈને, લેાકેાનાં ટોળાંના ઉદ્ગાર સરી પડ્યા.
“ મિત્રો તેવા કીજિએ, જેવા મિત્રાનંદ । મરતા બચાવી મિત્રને, આપ્યા ખૂબ આનંદ ” ॥ “ કષ્ટ હજારો ભાગવી, રત્નમંજરી નાર । લાવી આપી મિત્રને, પેતે રહી અવિકાર ॥ ૨ ॥