________________
૫૦૬,
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
રાજા કહે છે. વૈદેશિક સિદ્ધ પુરુષ! તું સાંભળ. આ મારી-મરકી બીજું કઈ નથી. પરંતુ મારી પિતાની એકની એક પુત્રી, રત્નમંજરી પિતે જ છે. આ કંકણ પણ તેના હાથનું છે. મારું કરાવેલું છે. મારા નામથી અંકિત છે. બીજું તેણીની જઘા પણ રુધિરથી ખરડાયેલી છે. વળી હજી સુધી તેણે ઊંઘતી હોવાથી, રાત્રિમાં ફરવા જતી હેવાનું નક્કી થાય છે.
અફસોસ! આ દુષ્ટ છોકરીએ, મારે અતિ નિર્મળ વંશ મલીન બનાવ્યા છે. હવે મારે શું કરવું? આ મરકીને વશ કરવાના ઉપાયે શીધ્ર લેવા જોઈએ. નહીતર દેશાત્રમાં મારી અપકીતિ ફેલાઈ જશે. હવે આ છે કરીને સવેળા નિગ્રહ નહીં થાય તે, આખા નગરને અને કેમે કરીને દેશને, ખાઈ જશે. હે વૈદેશિક! કોઈ ઉપાય હાય તે બતાવ !
મિત્રાનંદ : મને તેણીને જોવા જવાની રજા આપે ! હું જોયા પછી બધા ઉપાય વિચારીશ.
રાજા : ભાઈ! સત્વર જા અને જોઈ વહેલે આવ.
મિત્રાનંદઃ રાજાને આદેશ પામીને, એક કુમારીના આવાસમાં ગયે. તેક્ષણે જ કુમારી નિદ્રામાંથી જાગી હતી. અને મિત્રાનંદને આવતા જોઈ તેને ઓળખે. અને કુમારી વિચારવા લાગી: આજે રાત્રિમાં જે મને ગુપ્ત મળવા આવ્યો હતો, જેણે મારું કરનું કંકણ ચાયું છે, જેણે મારી દક્ષિણ જંઘા ઉપર બારીક નિશાની કરીને રુધિરવાળી બનાવી છે, તે જ આ સાહસિક પુરુષ છે, એમાં શંકા નથી.
આ પુરુષની આકૃતિ, સાહસ, બુદ્ધિચાતુર્ય, નિર્ભયપણું, કોઈ અજબ દેખાય છે. અત્યારે આવા રાજભવનમાં નિર્ભય આવે છે. માટે મારા પિતાની આજ્ઞા મેળવી હશે. પિતા અથવા બીજે કઈ પુરુષ કે સ્ત્રી સાથે નથી. માટે કઈ ઉચ્ચ પેજના હેવી સંભવે છે. આવા અનેક વિચાર કરીને, રાજકુમારી રત્નમંજરીએ મિત્રાનંદને આસન અને આદર આપે.
મિત્રાનંદે માનપૂર્વક આસન ઉપર બેસીને કહ્યું : હે મહાભાગ્યવતી ! મેં આપને મહાન કલંક આપ્યું છે. તમારી ઉપર મોટું કલંક ચડાવ્યું છે. આમ કરવામાં મને અને તમને મોટો લાભ હું જોઈ શક્યો છું. તેથી મેં તમારા પિતા–રાજવીને, મારી ધારણા સંપૂર્ણ કરવા માટે, ઘણું ઘણું વાતો સમજાવી છે. અને આ બધી વાતો સાંભળીને પરવશ બનેલો રાજા, આજને આજ તમને રવાના કરવા તૈયાર છે. પછી હું તમને મારા સ્થાને લઈ જઈશ અને મેટા સ્થાને સ્થાપીશ. આપની ઈચ્છા જણાવો.
વળી હું કોઈ પણ ધુત ઠગાર નથી. મારી બૂરી દાનત નથી. જો તમારી ઈચ્છા હોય