________________
૫૦૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મિત્રાનંદ-મહારાજ ! યદિ આપને આ વાત સાંભળવામાં રસ પડતો હોય તે જરૂર સંભળાવીશ.
રાજવી–હે વીર પુરુષ? બરાબર રસ છે. જરૂર સાંભળીશ. પરંતુ થોડું પણ અસત્ય હશે તે, તે ગુનાનું ફળ પણ ભોગવવા, તારે તૈયાર રહેવું પડશે?
- મિત્રાનંદ—મહારાજ ! મેં જેટલું એક રાત્રિમાં જોયું છે, અનુભવ્યું છે. આ બધું તે મને યાદ જ નથી. તેમાંથી થોડું જ કહીશ. મહારાજ શવ પાસે ખુલી તરવારે હું ચારે દિશામાં ફરવા લાગ્યા. ત્યારે પહેલા પ્રહરે તે શિયાળાના ભયંકર અવાજે થવા લાગ્યા. અને પીળા કેશવાળાં સેંકડો શિયાળોનાં ટોળાં આવવા લાગ્યાં, પરંતુ મને ક્ષોભ થયે નહીં.
બીજા પ્રહરે રૌદ્ર આકારવાળા, કાળા વર્ણવાળા, ભયંકર ચક્ષુવાળા રાક્ષસો આવ્યા. પરંતુ મારા સત્ત્વથી ભય પામી ભાગી ગયા. ત્રીજા પ્રહરે મને બીવડાવતી, તર્જના કરતી, હુંકાર શબ્દોને કરતી, તરવારે ભમાડીને, ભય પમાડતી, શાકિનીઓ આવીને, મને અક્ષભ દેખીને ભાગી ગઈ. અને રાત્રિના ચેથા પ્રહરે મહાકીમતી આભૂષણે અને વસ્ત્રને ધારણ કરનારી, સાક્ષાત્ દેવાંગના જેવી, છૂટા કેશવાળી, વિકરાળ વદનવાળી, હાથમાં કૃતિકા (તરવાર) નચાવતી, એક નારી ભયંકર ભ્રકુટીઓ દેખાડતી, મારી પાસે આવી, અને મને આંખો કાઢી બીવરાવવા લાગી.
છેક મારી નજીકમાં આવીને, રૌદ્ર અવાજથી કહેવા લાગી, અરે, દુષ્ટ મારી સરહદમાં કેમ બેઠો છે? હું તારે નાશ કરીશ. આમ બેલતી હતી. પરંતુ હું મારા મંત્રનો જાપ કરતો હોવાથી, મને દુઃખ આપવા કે નસાડી મૂકવા સમર્થ થઈ નહીં. પરંતુ મેં મનમાં નિશ્ચય કરી લીધું કે, જરૂર મારી કહેવાય છે. તે જ આ સ્ત્રી હેવી જોઈએ.
આ વિચાર કરીને, હાથમાં તલવાર લઈને, હું ઊભો થઈને કૂ, અને તદ્દન તે બાળાની નજીકમાં જઈ, તેને હાથ પકડ્યો. ડાબા હાથે પકડેલે હાથ, તેણીએ છોડાવી લીધે. પરંતુ તેણીનું મહાકીમતી દેવી કંકણ, મારા હાથમાં રહી ગયું. અને મારા જમણા હાથમાં પકડેલી તરવારને હું જેટલામાં ઘા લગાવું છું, તેવામાં તે આકાશમાર્ગે ઉડી ગઈ. પરંતુ મારી તરવારની અણી તેણીના કેઈ પણ અંગ ઉપર અડી ગઈ હશે. કારણ કે મારી તરવારની ધાર સહેજ લેહીથી ખરડાઈ હતી.
રાજાને પ્રશ્ન : ત્યારે શું? તે કીમતી કંકણ તારી પાસે રહી ગયેલું તે મારી