________________
૫૦૩
ઉદ્યમ-સાહસ બૅબલ-બુદ્ધિ અને પરાક્રમથી માણસ-ધારેલું કરી શકે છે. તેણીની જમણી જંઘા ઉપર, પિતાની પાસેની છરી વડે, બે ત્રણ ઉઝરડા નિશાની કરીને તેજ રસ્તેથી પાછા વળી, ચડવાની વિધિ મુજબ રાજકુમારીના મહેલની ભીંત વાટે ઊતરી ગયે. અને નગર બહાર દેવકુલિકામાં જઈને સૂઈ ગયે.
રાજપુત્રી કપટ નિદ્રાથી, મિત્રાનંદની ચર્ચા જોયા કરતી હતી. વેશ્યાએ કરેલી તેની જિતેન્દ્રિયતા તથા વિદ્યાસિદ્ધ ગીપુરુષ જેવું, અસામાન્ય આચરણ અને શક્તિ, અને સાહસ, તથા ભલભલા પણ મહાત પામે તેવી બુદ્ધિ, આ બધું મિત્રાનંદમાં જઈને કુમારી પ્રભાવિત થઈ ગઈ.
પરંતુ એક વાતને કન્યાને અફસોસ જરૂર થશે. અને તે એજ કે મેં તેને સત્કાર ન કર્યો. કશે વાર્તાલાપ ન કર્યો. ખેર ! પણ ભવિષ્ય ઘણું સારું દેખાયું છે પછી તે ઘણી રાત્રિ મિત્રાનંદના આગમનના વિચારોમાં, અને પાછળથી કેટલીક રાત વિચારો કરવામાં જવાથી, છેક પાછલી રાતમાં, રાજપુત્રીને, જોરદાર નિદ્રા આવી ગઈ.
મિત્રાનંદ પ્રભાતમાં વહેલો જાગીને, સ્નાનાદિ કામકાજ પતાવીને એક સિદ્ધપુરુષના વેશમાં, રાજભવનની નજીકમાં જઈને, બૂમ પાડવા લાગ્યા. હું ઠગા છું. આવા ન્યાયનિષ્ઠ રાજવીના રાજ્યમાં પણ, અમારા જેવા વિદેશીઓ ફસાઈ જાય છે. મિત્રાનંદના મેટા અવાજે અતિ ઝડપથી રાજાના કાન સુધી પહોંચી ગયા.
અને તુરત, આ પરદેશી યુવાનને, પોતાની પાસે લાવીને હાજર કરવા છડીદારને સૂચના આપી. અને રાજાને હજુરી, મિત્રાનંદને રાજવી પાસે લઈ ગયે. અને રાજાએ તેને પૂછયું. ભાઈ, તારી ફરિયાદ હોય તે જણાવ. તને કણે છેતર્યો છે? મારા પ્રજાજને તારું શું ખરાબ કર્યું છે? શિધ્ર બેલી જા !.
મિત્રાનંદ-રાજન્ હું વિદેશી, સિદ્ધપુરુષ છું. થોડા દિવસ પહેલાં, આ નગરના ઇશ્વરદત્ત શેઠના મનુષ્યનું શબ, સાચવવા મને નગરની બહાર ફેંપવામાં આવ્યું હતું. એક હજાર દ્રવ્ય ઠરાવેલું હતું. તેણે અધું આપ્યું હતું. હજીક બાકીનું મળતું નથી. કેઈ ફરિયાદ સાંભળતું નથી. રાજાએ શેઠને બોલાવી ઉપાલંભ આપે. શેઠ કહે છે, સ્વામિન અમે આખું કુટુંબ મરણના શેકમાં ડૂબેલા હોવાથી, આ ભાઈની વાત કેઈએ સાંભળી નથી. તેની ક્ષમા માગું છું, અને તેની મહેનતનું દ્રવ્ય આપી દઉં છું.
રાજાએ મિત્રાનંદનું દ્રવ્ય અપાવીને પૂછ્યું : શબનું રક્ષણ કરતાં રાત્રિમાં કઈ દેવી ચમત્કાર જે ?