________________
૫૦ જ પાપડ
મિત્રના દુખને મટાડવા. મિત્રાનંદની શકિત અને બુદ્ધિની સફલતા ભવિતવ્યતાજ કામ કરતી જણાય છે. હવે શું કરવું? એવા વિચાર કરતા હતા. ત્યાં મિત્રાનંદે પણ શેઠને પૂછ્યું. પરસ્પરના વિચાર પછી, અમરદત્તના રોગનું નિદાન થયું.
અમરદત્તને શેઠને ભળાવીને, મિત્રાનંદ કંકણદેશમાં, સોપારકનગરમાં, શૂરનામના સૂત્રધારને ઘેર ગયે. શ્રીમંત વાણીયાને વેશ અને આકૃતિ જોઈ, સલાટે બહુમાન આપ્યું. દેવમંદિર અને મહેલે બનાવવાના નમૂનાની ચર્ચા કરતાં, પાટલીપુત્રના પ્રાસાદની પૂતળીની વાત પૂછી લીધી, મિત્રાનંદ સૂત્રધારને પૂછે છે : હે મિસ્ત્રી ! આ પૂતળી તમારી અકકલ હોશિયારિથી બનાવી છે કે, કેઈ દેવાંગના કે રાજકુમારીની છે?
સૂરસૂત્રધાર કહે છે કે મોટા રાજાએ પિતાની પુત્રીને વરની શોધ માટે, યુવતી પુત્રીઓનાં ચિત્ર-છબીઓ, ચિતારાઓ પાસે ચિતરાવીને, યોગ્ય રાજપુત્રને બતાવવા મોકલે છે. તેવા ગમે તે કારણવશાત્ મને ઉજજયિની નગરીને રાજા મહાસેનભૂપતિની પુત્રી રત્નમંજરીની છબી મળી હતી. તેના આધારે આ પ્રતિમા બનાવી છે. જે રૂ૫ બ્રહ્મા ન બનાવી શકે, તેવા શિપ નિર્માણમાં મારી શકિત કેટલી કામ કરી શકે? તેણીના રૂપની ખ્યાતિ સંભળાય છે, તેના હિસાબે આ પૂતળી અતિસાધારણ જાણવી.
મિત્રાનંદ રત્નમંજરીનું વર્ણન સાંભળીને, કુંકણદેશ પારક (હાલનું મોટા સોપારા) નગરથી સાધન સામગ્રી પૂર્વક રવાના થઈ, માળવા ઉજજયિની (જે પિતાની જન્મભૂમિ છે. હાલનું ઉજજૈન) નગરી પહોંચ્યા. નગરમાંથી વસ્ત્રાભૂષણો ખરીદ કર્યા. અહીં વર્તમાન સમયે મારી મરકીને ભયંકર રોગ ચાલે છે. ઘણું માણસ મરી જાય છે.
અહીં મરેલા માણસનું મડદુ રાત રાખવાને, રાજાને મનાઈ હુકમ હેવાથી, રાત્રિમાં, નગરની બહાર રાખવા માટે, એક શ્રીમાન શેઠનું શબ, નગર બહાર સાચવવાના, એક હજાર સોના મહોર લઈને; વીરચર્યાથી બહાદૂરીપૂર્વક મિત્રાનંદે, ભૂત-પ્રેત-પિશાચશાકિનીના ઉપદ્રવથી, મડદાનું રક્ષણ કર્યું. સવારમાં મડદું મૂળ માલિકને સોંપી, વસંતતિલકા વેશ્યાને ઘેર ગયો. વેશ્યાને ઘણું દ્રવ્ય આપી, વશકરીને, અખંડ બ્રહ્મચર્ય પાળીને, અક્કાને રાજકુમારી પાસે મોકલી, નીચે મુજબ સંદેશે કહેવડાવ્યો.
અક્કા, કુમારી પાસે આવી. કુમારીએ પણ વૃદ્ધવેશ્યાનું બહુમાન કર્યું. અને આવવાનું કારણ પૂછ્યું.
અષ્કા (ઘરડી વેશ્યા) બેલી : આપના વલ્લભનું વૃતાન્ત જણાવવા આવી છું.
રાજપુત્રી (વિસ્મય પામીને): કોણ છે મારો વલ્લભ? ત્યારે એકાએ મિત્રાનંદને આપેલો સંદેશો કહી સંભળાવ્યો: તમે જેને સંદેશા મોકલે છે, તેને મિત્ર અહીં આવ્યો છે. અને આપની આજ્ઞા મળશે તો મળવા ઇચ્છે છે. આપના વલ્લભના મિત્રના મેળાપથી આપને ઘણે આનંદ થશે.