________________
૪૯
પત્થરની પુત્તીના રૂપમાં ઘેલા બનેલ અમરદત્ત તેટલામાં સાવ નજીક એક પ્રાસાદ દેખાયે, બંને મિત્રો જોવા ગયા. આ ધારીને જોતાં, એક પૂતળી જેવામાં આવી.
પ્રાસાદ ધારી
કોઈક નારીની ઊભેલી મૂતિ જોઈને, અમરદત્તની ચક્ષુ સ્થિર થઈ ગઈ. પૂતળી હોવા છતાં, કારીગરની કળા એવી ખર્ચાઈ હતી કે, ભલભલા એને સ્પર્શ કર્યા પહેલાં, સાક્ષાત્ ઈન્દ્રની ઈન્દ્રાણી જ કલ્પી લેતા હતા. અમરદત્ત તો આ મૂર્તિને જોઈને, આભે જ બની જવાથી, આઘે કે પાછો થઈ શકે જ નહીં. શરીરને થાક સુધા, તૃષા, પરદેશ, એકલવાયાપણું બધું જ ભુલાઈ ગયું.
જેમ પૂતળી જડ પદાર્થ હતો, તેમ અમરદત્તકુમાર પણ આ પૂતળીના રૂપમાં, તન્મય બનીને, જડ જેવો, વિદ્યાથી તંભિત થયેલા માનવી જેવો, અથવા ચિત્રમાં ચિતરેલા રૂપ જેવો, જણાવા લાગ્યું. મિત્રના આનંદમાં ભંગ નહીં પાડવા, ક્ષણ બેક્ષણ મિત્રાનંદ મૌન રહ્યો પરંતુ છેવટે બે –
મિત્ર! આપણને આ સ્થાનમાં પ્રવેશ્યાને બેત્રણ કલાક થઈ ગયા છે. આપણે અજાણ્યા મુસાફર છીએ. નગરમાં જઈને ભેજન માટે, શોધ સગવડ કર્યા વિના, આપણી સુધા–તૃષા પણ, આપણને જરૂર સતામણું શરૂ કરશે. ભાઈ ! આ તો માટીની કે પાષાણની એક પૂતળી છે. આ કેઈ સાક્ષાત્ પદ્મિની કે દેવાંગના નથી. માટે હવે ખૂબ થઈ ગયું છે. ચાલે નગરમાં જઈએ.
અમરદત્ત–ભાઈ હજી સંપૂર્ણ જેવાઈ નથી. થોડી ક્ષણો ભી જા, બરાબર જોઈ લઉં. મિત્રાનંદ ક્ષણવાર મૌન ઉભું રહ્યો. અમરદત્તને રસાવેગ વધ્યું. ભાન ભુલાઈ ગયું. દષ્ટિ ઊંચી કરવાની ઈચ્છા પણ થતી નથી. મિત્રાનંદની વારંવાર વિનતિ ચાલુ રહેવાથી, અમરદત્તે જવાબ આપ્યો કે ભાઈ મિત્ર ! મારા પ્રાણ અને આ પૂત્તળી, હવે જુદાં રહી શકશે નહીં. હવે હું આ મહેલ બહાર જઈશ તે, મારા પ્રાણો પણ મારા શરીરની બહાર જતા રહેશે.
મિત્રાનંદ કહે છે : મિત્ર, તારા વિચારોને હું સમજી ગયો છું. પરંતુ આ જડને છેડી દે અને નગરમાં ચાલ. હું તને થોડા જ દિવસોમાં, આનાથી પણ વધી જાય તેવી, સાક્ષાત્ માનુષી કન્યા, કેઈ વણીકની કે રાજાની પુત્રી, પરણાવીશ. મારી પાસે બધી આવડત અને શક્તિઓ છે.
અમરદત્ત કહે છે : ભાઈ! તારી વાત સાચી છે. પરંતુ, હું આ સાક્ષાત્ દેવાંગનાને છોડી, માનુષીને મેળવવા ઈચ્છતો નથી. મને આ કન્યા મળે, અથવા આ જગ્યાએ હું ઊભે જ મરણ પામું. ત્રીજો માર્ગ નથી.