________________
૪૯૭
બધા ભામાં પણ મરણને ભય; મોટો ભય છે. -
એક રે દિવસ એવો આવશે, તારી ઠાઠડી થાશે, મિત્ર ચાર ઉપાડીને, રોતા સ્મશાને જાશે.” ૧
શરીર કુટુંબને કારણે, કીધાં પાપ અપાર, સુક્ત અલ્પ કર્યા વિના, વ્યર્થ ગયો અવતાર.” ૨
એક દિવસ નક્કી થયે, મરવાને નિરધાર, તોપણુ પ્રાણી સર્વને, પાપ વિશે બહુ પ્યાર.” ૩ “શરીર પિષવા કારણે, કુટુંબ કારણ પાપ, ધન મેળવવા જીવડો, જપે પાપને જાપ.” ૪
પણ મનમાં આવે નહીં, પરભવ અલ્પવિચાર, સઘળું પુણ્યધન ખાઈને, વળી ભમે સંસાર.” ૫
મિત્રાનંદને વડ ઉપર લટકતા શબના શબ્દ, ક્ષણવાર ભુલાતા નથી, ખાવામાં, પીવામાં, પહેરવામાં, રમવામાં, રસ પડતું નથી, ઉદાસ રહે છે. મિત્રાનંદની ઉદાસીનતાથી અમરદત્તને પણ રાતદિવસ ચિંતા થયા કરતી હતી. ઘણીવાર કુતૂહલ કરીને, બીજા અનેક પ્રહસન સાધને બતાવાય તે પણ, મિત્રાનંદને વડ અને મડદું. ક્ષણવાર પણ ચિત્તમાંથી ખસતા નથી.
પછી તે મિત્રના સુખની ખાતર અમરદત્તે, પિતાની નગરી ( ઉજજયિની)ને તથા માતા-પિતા, સ્વજન, મિત્ર, સગાઓ, સર્વને છોડવાને વિચાર કર્યો, અને બે મિત્રો એકમત થઈને, કોઈને પણ જણાવ્યા સિવાય, થોડું દ્રવ્ય સાથે લઈ ઘરમાંથી રવાના થયા. અને પાટલીપુત્ર નામના નગરના ઉદ્યાનમાં પહોંચ્યા,
મિત્રાનંદ ખૂબ બુદ્ધિશાળી હતો. જ્યારે અમરદત્ત મહાપુણ્યવાન હતો. બને મિત્ર નગર અને ઘર છોડવાના હતા. ત્યારે મિત્રાનંદે અમરદત્તનું ધ્યાન દેર્યું હતું. ભાઈ? હું તે મરણના ભયથી ઘરબાર–માબાપ છોડું છું. પરંતુ તારે વિચાર કરવા જેવું છે. આપણે બને નાના છોકરા છીએ. આપણી જુવાની હજુ હમણાં શરૂ થાય છે.
તું સુખી અને ધનવાન માતાપિતાને એકને એક પુત્ર છે. સુખલીલામાં ઉછર્યો છે. ફૂલેની શય્યામાં સુનારે છે. મનપસંદ જમનાર છે. સુંવાળાં વસ્ત્રો પહેરનારે છે. ઘોડા