________________
૪૯૬
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ “મરણસર્પ તુજ ઘર વિશે, રહે દિવસ ને રાત ! અવશ્ય તુજને કરડશે, શીદ માને સુખ સાત?” પ
મરણ–રોગ-આજીવિકા, શત્રુતણે ભય જેમ ! પાપ તણો ભય થાય તે, સુગતિ ન લહે કેમ?” ૬
પ્રશ્ન : બીજું બધું નજરે દેખાય છે. કાનને, આંખને, નાકને, જીભને, ચામડીને, આનંદ આપે છે. આવા આનંદમાં મરણ કેમ યાદ આવે ? સૌનું થયું તેમ આપણું થશે તેમાં ડરવાની શી જરૂર ?
ઉત્તર : મરવાને ભય નથી માટે જ જીવ નિર્ભય પાપ કરે છે. અને મરવાના ભય થકી પણ મેટ, સંસારને ભય વિચારવા ગ્ય છે. ચાલુભવમાં આત્મા વિચારક થાય તે, પાપ બંધ કરીને વીતરાગ માર્ગ આદરી, તત્વોવેષક બની, બધા અનાચાર ત્યાગી શકે છે. સદાચારને આચરી શકે છે. ભવોભવ ઉત્તરોત્તર વધારે અને પાપ વગરનાં અથવા ઓછા પાપવાળાં, સુખો ભેગવી મોક્ષગામી થાય છે. વિચારકને મરવાને ભય પાપને છોડવા માટે બને છે.
આ સ્થાને એક સિંહ અને બકરાના ટેળાની કથા વિચારવા ગ્ય છે.
એક ગૃહસ્થનું યવનું ક્ષેત્ર છે. લીલા અને હરિયાળા યવ ઉગ્યા છે. બકરાની જાતને લીલા યવને ખોરાક ખૂબ ભાવે છે. દશ જેટલા મસ્ત બોકડા છે. ચારસો જેટલી બકરી છે. બકરાની જાત પણ કામ વિકાર તરળ રહે છે. બકરીને જોઈને બકરાને કામ સળગતો જ રહે છે.
લીલા જવના ક્ષેત્રમાં, બકરાનું ટોળું ચરતું હતું સાથે સ્વજાતિય વિકારમાં પણ યથાવસર નિર્ભય ફરતું હતું. તેટલામાં નજીકના એક પર્વત ઉપર, ઘણા મજબૂત લેઢાના પાંજરામાં પૂરાયેલે પણ મહાવિકરાળ સિંહ ગર્જના કરતો સંભળા. સુરતક્રીડા અને અને લીલા જવના સ્વાદમાં તન્મયબનેલાં બકરાંનું ટોળું, સિંહની ગર્જના સાંભળીને ગભરાયું અને બચાવની દિશામાં નાસવા લાગ્યું, પરંતુ બધી બાજુ મોટી કાંટાની વાડ હોવાથી, ભયભીત ઉભું રહ્યું.
લીલા જવ જમવા ગમતા નથી. બકરીઓ અને બકરાઓને, વિષયવાસના બુઝાઈ ગઈ છે. જો કે સિંહ પાંજરામાં પુરે છે. મોટું તાળું લગાવેલું છે, સળિયા લેઢાના છે, જાડા છે, સિંહને બહાર નીકળવાની શક્યતા નથી, તોપણ બકરાઓને જીભ અને સ્પર્શ ઇન્દ્રિયને સ્વાદ પલાયન થયો છે. અહીં સિંહ જેવ, યમરાજ-મરણ છે. અને બકરાના ટોળા જેવા આપણે મનુષ્યો છીએ. મરણ રુપસિંહ મર્યાદા રૂપ પાંજરામાં ઉભો છે. કયારે છુટ થસે નકી નથી.