________________
૫૫
મિત્રાનંદની જનાઓને મળેલી સફળતા પાછી આવીને લઈ ગઈ? કે તારી પાસે હાલ છે? મિત્રાનંદ—મારી પાસે હાલ છે. જે કીમતી કંકણુ હું ગુમાવી બેઠો હોઉં તે, મારી આ આખી વાત જૂઠી કરે. આ કાંઈ ઠંડા પ્રહરના ગપગોળા નથી. જે મહારાજ જુઓ, આ તેણીના વામ કરનું ભૂષણ, આટલું બોલીને, પિતાનાં વસ્ત્રોમાં છુપાવી રાખેલું કડુ રાજાના હાથમાં સોંપ્યું.
રાજા પ્રથમ તો મિત્રાનંદની વાતોમાં, શંકાશીલ હતો. પરંતુ નિશાની બતાવતાં, કંકણ જોયું. એટલે તે રાજાનાં, આંતર-બાહ્ય ચક્ષુઓ ઉઘડી ગયાં. અને આવું મહાકીમતી દિવ્ય કંકણ હાથમાં આવતાં, મિત્રાનંદની વાતો ઉપર અસાધારણ વિશ્વાસ બેઠે. કંકણને જોતાં જ રાજાએ, પિતાની પુત્રી રત્નમંજરીનું નામ જોયું. સાથે સાથે પિતાનું અને કુમારીની માતાનાં નામે પણ વાંચીને રાજા ડઘાઈ ગયો.
આ કંકણ તે મારું કરાવેલું. મારી વહાલી દીકરીને પહેરવાનું, આ મારી-મરકીવ્યંતરી પાસે કયાંથી? રાજા શંકાશીલ થયો. દેહ ચિંતાના વ્યાજે ઊભો થયે. અને સીધો ગયે કુમારીના મહેલમાં, કુમારી રત્નમંજરી હજીક ભરનિદ્રામાં પડી છે. પિતાની સાથળ ઉપર લાગેલા સ્થાને, પાટો બાંધે છે. ડાબો હાથ કંકણ વગરને ખાલી પડેલો છે.
રાજાએ આ બધાં કારણે જોયાં. શંકા મજબૂત બની. મિત્રાનંદની વાતમાં સો. ટકા વિશ્વાસ બેઠો. પરંતુ આ મારી પુત્રી રત્નમંજરી પતે જ મરકીને પાઠ ભજવે છે? ગજબ થઈ ગયે. વિદેશી કહે છે તે વાતને, બરાબર સમર્થન મળે તેવું છે. જરૂર રાતમાં, કુમારી મરકીનું રૂપ ધારણ કરીને, નગર બહાર સ્મશાનમાં, આખી રાત ભટકતી હોય, તો જ અત્યાર સુધી હજીક ઊંઘતી રહી છે. અન્યથા અત્યારે તો જાગેલી હોવી જોઈએ.
બીજું તેની જંઘા લેહીથી ખરડાએલી છે. પાટો બાંધેલી છે. આ વાત પણ વિદેશીની વાતને સાચી ઠરાવે છે. ત્રીજી વાત કંકણ પોતે સાક્ષી પૂરે છે. બસ મારી પુત્રી રત્નમંજરી મરકીના સ્વરૂપ, નગરને નાશ કરનારી થઈ છે. અને મારું કુલ કલંકિત બનાવ્યું છે. હવે આ છોકરી સમગ્ર દેશ અને કુલ ક્ષય ન કરે. તે પહેલાં ઉપાયો કરવા જોઈએ.
આ પ્રમાણે વિચારોની ગડમથલ કરતા રાજા પાછો સભામાં આવ્યો, અને મિત્રાનંદને જણાવ્યું. ભાઈ વૈદેશિક ! તમે અમારા નગરમાં આવી, ખરેખર મારા અને મારા સમગ્ર દેશના મનુષ્યના મોટા ઉપકારી થયા છો. હવે તમને આ મારીને વશ કરવાની શકિત છે? હેાય તે અધૂ રુ કાર્ય પૂરું કરે !
મિત્રાનંદ મહારાજ? મને બધા પ્રકારના મંત્ર સાધ્ય છે. પરંતુ મારે જાણવું જોઈએ કે આ મરકી તે શું? દેવી છે? વ્યંતરી છે ? વિદ્યાધરી છે? કે માનુષી છે ? તેની શકિત પણ મારે જાણી લેવી જોઈએ. નહીંતર મહાન અનર્થ થાય.