________________
૫૦૨
જિનેશ્વરવની આજ્ઞા યાને સાચી માણસાઈ
રાજકુમારી મનમાં વિચાર કરવા લાગી. આજ સુધી મને પરણવાના વિચાર પણ આવ્યા નથી. મેં કઈ પુરુષને જેકે સાંભળ્યું પણ નથી. અને મેં કઈને લેખ મોક પણ નથી. વળી આજ સુધી અમરદત્તનું નામ પણ મેં સાંભળ્યું નથી. સંભવ છે કે આ કોઈ ધૂર્ત મનુષ્ય હોવો જોઈએ. જેણે મારા જેવી રાજપુત્રીને પણ, ફસાવાવની માયા ગોઠવી છે. તેને એકવાર જેવો જોઈએ.
પણ સતી નારી છું. ગમે તેવા માણસો મને વશ કેમ કરી શકે ? તેથી સંભવે છે કે, આ મનુષ્ય પણ, અસામાન્ય હશે. વળી મને આવી વાતમાં રસ પડે છે, માટે મારું ભવિષ્ય સારું હશે ! તેથી તેના પ્રપંચે જોવા અને સાંભળવા તો ખરા. અને અક્કાને કહ્યું કે, તે વિદેશી માણસને મારા મહેલના ગવાક્ષ (બારી) માગે, તું તે માણસને આવવા માર્ગ બતાવજે. અક્કાએ પણ મિત્રાનંદને, રાજપુત્રીની બધી વાત કહી. રાત પડતાં, અંત:પુરના કિલ્લામાં રાજકુમારીના આવાસ તરફ મિત્રાનંદને લાવી, કુમારના મહેલની બારી બતાવી. મિત્રાનંદ સિંહફાળથી કૂદ્યો. અને કુમારીના મહેલમાં પહોંચે.
મિત્રાનંદની આવી કૂદવાની તાકાત અને રાજભવન જેવા ભયસ્થાનમાં પેસવાનું સાહસિકપણું, બહાર ઉભેલી અકકા, અને પિતાના મહેલમાં ઊભેલી રાજપુત્રીએ જોયાં, અને મિત્રાનંદ કેઈ અજબમનુષ્ય હોવાને નિર્ણય કરી લીધા. અક્કાએ તો ત્રણ દિવસ
નાના મહેલમાં, દેવાંગના જેવી વસંતતિલકા સાથે એકાન્તમાં વસવા છતાં, અને વસંત તિલકાએ ભોગવિલાસ માટે પ્રાર્થનાઓ કરવા છતાં, જેણે પિત ના શીલને ડાઘ લગાડવા દીધું નથી. ત્યારે જ નકકી કરેલું કે આવો નર સામાન્ય મનુષ્ય કેમ હોઈ શકે ? તથા વળી અક્કાએ પિતાને મળેલું ઈનામ, પિતાના મહેલમાં ત્રણ રાત્રિ વસંતતિલકા સાથે એકાન્ત વસવાટ, અને અલંક બ્રહ્મચર્યની વાત પણ, રત્નમંજરીને સંભળાવી હતી.
રાજકુમારીને વેશ્યાની અનુભવેલી વાતો સાંભળવાથી પણ મિત્રાનંદના મેળાપ માટે નિર્ભયતા આવી હતી. અને મળવા આવવા જણાવ્યું હતું. મિત્રાનંદ જેવા કુમારીના મહેલમાં બારી માગે દાખલ થયે તેટલામાં રાજપુત્રી, કપટનિદ્રાએ પલંગમાં સૂઈ ગઈ, મિત્રાનંદ કુમારીના પલંગ પાસે આવ્યો. અને આપાદમસ્તક કુમારીને જોઈ લીધી.
| વિચારવા લાગ્યઃ મારા મિત્રને, જેને માટે તાલાવેલી જાગી છે, તે બાળા પણ નારીરત્ન છે. ખરેખર મિત્રને, આવું નારીરત્ન મેળવી આપવામાં, મારો પરિશ્રમ પણ સફળ થશે. આવું નારીરત્ન પામનાર મિત્ર પણ મહાભાગ્યશાળી ગણાય. અને તેવાની સેવા કરનાર મને પણ હું ધન્ય માનું છું. આવી કન્યાને મેળવવા, થેડી માયા પણ ગોઠવવી પડશે. અઘટમાન પણ કરવું પડશે.
પિતે વિચાર્યું કે કુમારી સૂઈ ગઈ છે. માટે મારી ધારણુ સફળ થશે. એમ મનમાં ગઠવીને, કુમારીના હાથનું, રત્નજડિત મહાકીમતી કંકણ કાઢી લીધું અને