________________
મરણના જે જગતમાં બીજો ભય નથી. આટલું યાદ રખાય તે પાપ થાય નહીં. ૪૯૫ ટીંગાડવામાં આવશે. અને તારા મુખમાં આવી જઈ પેસસે. આવા શબનાં વચને સાંભળી, મિત્રાણંદ ગભરાય. અને કંપવા લાગ્યો.
રમવાની કીડા બંધ થઈ બાળકે સૌ સૌના ઘેર ભાગી ગયા. આ બનાવથી મિત્રાનંદના–મુખનું તેજ ઉડી ગયું. અમરદત્ત વારંવાર તેની ઉદાસીનતા અંગે પૂછતાં મિત્રાનંદ, શબના શબ્દો સંભળાવી, પિતાની ઉદાસીનતાની વાત જણાવી. “મારામ નથિ મ” ભાઈ અમર ! હવે મને ક્ષણવાર પણ, તે વડ તે મડદું, તે મેઈ, તે વાક, ભુલાતાં નથી. હું તે વડને જોઉં છું ને, મારું મરણ જોઉં છું.
ભાઈ હવે મને ખાવામાં, પીવામાં, પહેરવા, ઓઢવા, ફરવામાં જરા પણ રસ પડત નથી. હું તો મરણને જ જોઉં છું. કોઈ મહાપુરુષ ફરમાવે છે કેઃ मस्तकस्थायिनं मृत्यु, यदि पश्येदयं जनः। आहारोपि न रोचेत, किमुताकृतकारिता ॥
અર્થ : જેમ આ મિત્રાનંદ નામના છોકરાને, વડને જોઇને, હવે મૃત્યુ ભુલાતું નથી, અને મૃત્યુ ભુલાય નહીં તે પાપ કરવામાં રસ પડે જ નહીં. તેમ આહીં. સંસારના મનુષ્ય માત્રને, પોતાના મસ્તક ઉપર બેઠેલું મૃત્યુ જણાયત આહારમાં પણ સ્વાદ પડે નહીં. તે પછી હિંસાદિ પાપ કરવાની તો વાત જ શી ? અર્થાત્ પાપ થાય જ નહીં.
આયુષ દેડ્યું જાય છે, જેમ વેગ સરિતા નીરને આંખ ઉઘાડી જોઈ ? ભય મોટકે યમવીરને કર્યા કેળીઓ ઘણા તેણે, નૃપ અને ધનવાનના સાથે ન આવે, કનક રૂપું, રાશિઓ ધનધાનના.” છે ૧ “રાવણ સરીખા રાજવી, મમ્મણ સમા ધનવાન, અંતે બિચારા એકલા, સૂતા મરી સ્મશાન ” ૧ “દાવાનલ વન પ્રાણીઓ, બાળે વૃક્ષ ને ઘાસ ! અંતક પ્રાણિ-સર્વને, હમેશ કરતે ગ્રાસ. ૨
કાલે કરવા ચિંતવ્યું, તે તું કરી લે આજ ! અધવચ રહી જાશે બધું, જે આવ્યા જમરાજ.” ૩
વર્ષે બહુ વીતી ગયાં, મહીનાને નહિ પાર ! દિવસે દેડ્યા જાય છે, સૂતે તોય ગમાર?” ૪