________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મહાનુભાવ આત્મા ? જ્યાંસુધી આપણે બધા અજ્ઞાની છીએ, પુદ્ગલાનદી છીએ, જ્યાં સુધી બધા સંસારના વહેવારાને, પ્રતિક્ષણ આચર્યા વિના રહી શકાતું નથી. ત્યાં સુધી આપણી બધી જ આરાધના પ્રવૃત્તિમાં, પ્રતિમાજી વગેરે બાહ્ય સાધના જ સમ્યક્ત્વ આદિ આત્માના ગુણ્ણાને, ખીલવવા, વિકસવવા, પામવા માટે અતિજરૂરનાં સાધના છે.
૪૯૨
તમે કહેા છે કે જ્ઞાની અને અમૃત આત્મા છે. તેને અજ્ઞાની, જડ પદાર્થોની શી જરૂર છે? અમે તા કહીએ છીએ કે કેવળી ભગવંતને પણ, વખતે જડના આધાર
લેવા પડે છે.
પ્રશ્ન : કેવળીભગવાનને જડના અવલંબનની જરૂર છે. આ વાત ન સમજાય તેવી છે ? માટે સમજાવે.
ઉત્તર : જુઓ, કેવળીભગવ'તને ક્ષુધાવેદનીય અને તૃષાવેદ્યનીય કા ઉડ્ડય હેાવાથી, કવલાહાર રૂપ જડ વસ્તુનો આશ્રય લેવા પડે છે. વળી પ્રભુમહાવીરદેવની ઉપર, ગાશાલાએ તેજોલેશ્યા મૂકી, તેથી પ્રભુજીને છ માસ સુધી લેાહીના ઝાડા થયા હતા. પ્રભુજી અનંતશક્તિ અને મેરુ જેવા ધીર હાવાથી, સહન કરી શકતા હેાવાં છતાં, શિષ્યવળની વિનતિથી ભગવાને, રેવતીશ્રાવિકાને ઘેરથી નિર્દોષ બીજોરાપાક મગાવીને, વાપર્યાં અને ઝાડાને રોગ મટી ગયા.
માટે શરીરધારી આત્માને, શરીરમાં રહે ત્યાંસુધી, એક ક્ષણવાર પણ, જડપુદ્ગલની સહાય વિના રહી શકાતું નથી. એક જન્મ પૂર્ણ કરી, બીજા જન્મમાં ઉત્પન્ન થવાની સાથે જ, કામ ણશરીરની સહાયથી, આત્મા પોતે પોતાનું ઔદાર્ય અથવા વૈક્રિયશરીર અને ઈંદ્રિયાને બનાવે છે. શરીર વિના રહી શકતા નથી. શરીર પોતે જડ છે.
વળી આત્મા અમૃત હેાવા છતાં આઠ કરૂપ જડ પદાથી ઢ'કાયેલેા હેાવાથી, પેાતે અનામી (નામ વગરના) હેાવા છતાં, એક જ આત્માનાં અનતાં નામેા પડી ગયાં છે. આજે પણ આપણા સના આત્માએ એકવાર અવશ્યમેવ સિદ્ધભગવંત થવાના હોવા છતાં, સાદી અનંતભાંગે અનામીપણું પામવાના હેાવા છતાં, ચાલુ વહેવારમાં, કેટલાં નામેાને પામ્યા છે, તે વાંચેા.
પિતા, પુત્ર, પતિ, પત્ની, બહેન, ભાઈ, દિયર, ભેાજાઈ, કાકા, કાકી, ફેાઈ, ભત્રીજો, નણંદ, ભેાજાઈ, મામા, માસી, ભાણેજ, સાસુ, સસરા, જમાઈ, દીકરી, વહુ, માસા, માસી, સાળા, સાળી, બહેન, બનેવી, ખાખલા, છેકરા, યુવાન, ડાસા, સાધુ, સ ંત, ચાર, ડાકુ, ગુન્ડા, દુર્જન, જાર, કસાઈ, ધીવર, ખાટકી, જુગારી, શિકારી, રાંડ, વેશ્યા, કુલટા, દાસ, દાસી, સેવક, નાકર, ઘાટી, દાડી, રાજા, દિવાન, પંડિત, મૂર્ખ, માહેાશ, એહાશ, મુનિ, જ્ઞાની, અજ્ઞાની, શત્રુ, મિત્ર, દુખીયા, સુખીયા, ડરપોક, શૂરવીર. આવા અને બીજા અનેક જાતિવાચક, દ્રવ્યવાચક, ક્ષેત્રવાચક, દેશવાચક, વ્યાપારવાચક, હજારો નામેા બેલાય છે. આ બધા જડપુદ્ગલના જ પર્યાયેા છે. આત્મા અનામી છે.