________________
બુદગાહીતને સમજવા માટે એક બાવાની કથા
'૪૮૫ બરાબર છે. અમે પણ તેજ કરીશું. પરીક્ષા કરે નહીં. કેઈની વાત સાંભળે નહીં. વાત કરનારની પ્રમાણિકતા પણ વિચારે નહીં, તેવાઓને બુદુગ્રહિત સમજવા.
બુદ્દગાહીતને સમજવા માટે એક બાવાની કથા જણાવાય છે.
કઈક મધ્યમ કેટિના એક ગામમાં એક બાવાજી ભિક્ષા વૃત્તિ કરતા હતા. શ્રદ્ધાળુ લોકે તરફથી લેટ-અનાજ-વૃત–વસ્ત્રાદિ ભિક્ષામાં મળતું હતું. બાવાજી પોતાના નિર્વાહ પછી, વધેલું વેચીને, પિસા કરી લેતા હતા. તથા તેજ ગામમાં એક સેનાર સાથે, બાવાજીને મિત્રતા બંધાઈ હેવાથી, બાવાજી પોતાની કમાણુ બધી જ સુવર્ણકારને ઘેર થાપણ તરીકે રાખતા હતા. છ બાર માસ જતાં, બાવાજી પાસે સો રૂપિયા ભેગા થયા.
પછી સોનાર બાવાજીને પૈસા ઉપાડી લેવા વારંવાર કહેવા લાગે. બાવાજી બિચારા ગભરાયા.
બાવાજી કહે છે ભાઈ! હું પૈસા લઈ જઈને ક્યાં મૂકું ? મારે ઘરબાર-દુકાનછાપરું કશું નથી. સગું પણ નથી.
સુવર્ણકાર કહે છે બાપજી! તમારી વાત સાચી. પરંતુ હું તમારા સંતપુરુષના પૈસા હવે એક દિવસ પણ, રાખીશ નહીં. કારણ તમારે એકલાને પંડ. કાલે તમારું આયુષ્ય પૂર્ણ થાય તે, ગામના લોકો મને વળગે. માટે બાપજી! હવે એક ક્ષણને વિલંબ કર્યા વિના, તમારા રૂપૈયા સો લઈ જાવ.
બાવાજી કહે છે પરંતુ મારે મુંકવા ક્યાં. કોઈક રસ્તો બતાવો?
સુવર્ણકાર કહે છે કેઈક પ્રમાણિક સોની પાસે, દશ તેલાનું એક મજાનું હાથમાં પહેરવાનું કડું કરાવી લે !
બાવાજી કહે છે તમે પોતે જ મારા જાણીતા છે. પ્રમાણિકપણ છે જ, તમે કરી આપે !
સેનાર કહે છે બાપજી! આગામમાં મારું સારું બોલનાર એક પણ માણસ છે જ નહીં. બીજાનું તદ્દન ખોટું હોય તો પણ વખાણે અને મારુ તદન સાચું હોય તો પણ ખોટું ઠરાવે. એક બે એવા હોય તો ઠીક! પરંતુ મારું તે આખું ગામ વિરોધી છે. મારે અને આપને બાપ બેટા જેવો સંબંધ, બગડતાં વાર લાગે નહીં. જગતમાં ધન જેવી કજીઆળી ચીજ કેઈ નથી.
“ભાઈભાઈ ધન કારણે, લડી કેરટે જાય ! પુત્ર એક જ માતના, ધન કારણ ઝગડાય.” ૧