________________
૪૮૩
જિનેશ્વરદેવોની પ્રતિમાને સમજવાની દલિલે.
તે જ અર્થને જણાવનાર લોક
तातादेशवशादपीह नृभवे. नत्वं मयाराधितः । तेनाहं भवसागरे निपतितोऽम्भाधौमहापातकी ।। तत्त्रायस्व ! जिनेन्द्र ! मामशरणं, सर्वज्ञ बिम्बाकृतीन् । मीनोमीनवरान् नमस्कृतिपरो જ્ઞાતિરસ્કૃતેઃ ચર્થથ ૨
ભાવાર્થ ઃ ગયા મનુષ્યના જન્મમાં, મારા એકાંત હિતચિંતક પિતાજીની વારંવાર પ્રેરણા થવા છતાં, અધમ આત્મા એવા મેં, તમને નજરે જેવા છતાં, હાથ પણ ન જોડ્યા. આપના પ્રત્યે બહુમાન આવ્યું જ નહીં. આપના ગુણને સમુદાય હું સમજયો જ નહીં.
આખી જિંદગી ખાવું, પીવું, રમવું અને વાસના વિકારેને પિષવાના કારણથી હું, મનુષ્ય જન્મ હારીને, ચોરાસી લાખ યોનિમય, સંસાર સમુદ્રમાં, પટકાયો છું. અને હવે સર્વકાળ બારે માસ રાતદિવસના વિભાગ વગર, નાના નાના જીના પ્રાણો લઈને, પિંડ પૂરવાને વ્યવસાય કરીને, કોડે અબજો જીવોના પ્રાણીને બરબાદ બનાવીને, મહા પાપના પોટલા બાંધીને, સંસારની રખડપટ્ટીમાં ચાલ્યો જઈશ. તેથી હે જિનેન્દ્ર મારું રક્ષણ કરે. અને અશરણ એવા મને શરણ બને. આવા વિચાર કરતાં તેમછાત્મા સર્વ જીવોની હિંસાના પચ્ચખાણ કરીને, પ્રભુજીની પ્રતિમાના આકારના મચ્છોને પ્રણામ કરતો મરીને, જાતિ સ્મરણ થવાથી, પ્રકટેલા વિવેકની સહાયથી, શ્રી વીતરાગ દેવેની પ્રતિમાના ધ્યાનથી, તે લવણ સમુદ્રને મછ–શેઠ પુત્રને આત્મા દેવગતિમાં ગયો.
આ પ્રશ્ન : આત્મા ચેતન છે. અરૂપી છે. તેને જડ પ્રતિમાના આલંબનથી લાભ થાય એ ગળે ઊતરતું નથી ?
ઉત્તર : સંસાર ઘણે બાકી હોય, મહામિથ્યાત્વનું ખૂબ જોર હોય, પૂર્વગ્રહ મજબૂત થયેલા હોય, કુગુરુઓથી યુગ્રહીત હોય, તેવાઓને કુતર્કો ઘણું થાય છે. આગમની વાત કે સાચી યુક્તિઓ પણુ, ગળે ઉતરતી નથી. તેમાં આપ શ્રીમાનને ગુનો નથી. પરંતુ આપ મહાશયમાં ઠાંસીઠાંસીને જામેલા, મહામિથ્યાત્વના દેષનો જ ગુને છે.
ભાઈશ્રી! પ્રમાણશાસ્ત્ર પ્રસિદ્ધ પરોક્ષપ્રમાણના પેટા ભેદમાં, એક પ્રત્યભિજ્ઞાન નામનું પ્રમાણ કહેલ છે. “તતવ શાનં પ્રથમણા તત્તા અને ઈદંતાને સમન્વય કરી આપનારું જ્ઞાન પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. આ પ્રત્યભિજ્ઞાનના તિર્યક્ર સામાન્ય અને ઉર્ધ્વતા સામાન્ય એવા બે ભેદ છે. જેમ એક કઈ વીશ વર્ષની વયમાં જોયેલો માણસ, ઘણુ વર્ષે પાંત્રીસ-ચાલીસ વર્ષની વયે મળે ત્યારે, તેજ આ દેવદત્ત આવું જ્ઞાન પ્રત્યભિજ્ઞાન ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે.
તથા જોડકા ભાઈ પૈકી એકને જોયો હોય, અને થોડા વખત પછીથી, બીજાને જતાં, તેના જેવો આ તેને ભાઈ છે, આવું જ્ઞાન પ્રત્યભિજ્ઞાન, તે તિર્યક્ર સામાન્ય જાણવું.