________________
૪૮૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસા
છે. તે પણ તેઓ તેમની માંડવી–પાલખી બનાવે છે. મુનિના શબ–મડદાને, બધા સાધુસાધ્વી ગૃહસ્થ પણ પગે લાગે છે. શણગારે છે. આ મડદું પણ જડજ છે. આપણા આ કાળના મુનિના શબને પગે લાગવાથી અને દર્શન કરવાથી, ભક્તવર્ગનું કલ્યાણ મનાયું છે–તો પછી જગતના અજોડ ઉપકારી, જિનેશ્વર દેવની મૂર્તિને, ને પગે લાગવું, ન માનવી આ કેવું ડહાપણ?
પ્રશ્ન : પરંતુ વીતરાગની પ્રતિમા બનાવી, તેની ઉપર પાણી ઢળવું, ચંદન ચર્ચવું, ફૂલ ચડાવવાં, આ શું વ્યાજબી છે?
ઉત્તર : આ પ્રમાણે જ આપ શ્રીમાને સ્થાનકવાસી સાધુ મહારાજના મડદાને નવડાવો છે. પાલખીમાં બેસાડે છે. વસ્ત્ર પહેરાવે છે. પગે લાગો છો. થાય તેટલા ઠાઠમાઠની ઉજવણી ઉજવે છે. આ કાળના સાધુ સંતે કરતાં જિનેશ્વરદેવે અનંતગુણી અને મહા ઉપકારી પુરુષે છે.
પ્રશ્નઃ પ્રતિમા ન હોય તે નુકસાન શું ? અને પ્રતિમાની હાજરીથી ફાયદો શું?
ઉત્તર : જેમ ભૂતકાળના વિક્રમાદિત્ય-કુમારપાલ-પ્રતાપ રાણું શિવાજી છત્રપતિઅકબર–ઔરંગઝેબ-અલાઉદ્દીન વગેરેનાં ફેટા કે બાવલાં જેવાથી, તે તે વ્યક્તિઓની ઉદારતા-શૌર્યતા-ધર્મપરાયણતા-ક્ષાત્રવટ – અભિમાન – દેશપ્રેમ – ધર્મઝનુન – વગેરેનું ભાન થાય છે.
તેમ ભગવાન વીતરાગદેવેની પ્રતિમાને, ઉભા કે બેઠા જોવાથી, ભગવાન વીતરાગની વીતરાગતા, સમજવાનું આકર્ષણ પ્રકટે છે. વીતરાગ કેવા હતા, તેના, આત્મામાં સાચા સંસ્કાર પડી જાય છે. વીતરાગ મુદ્રા દેખવાથી, વારંવાર જોવાથી, હજારવાર જેવાથી, આત્મામાં વીતરાગતા આવવાને પ્રારંભ થાય છે. કહ્યું છે કે, “वीतरागं जनोध्यायन्, भजते वीतरागतां । ईलिका भ्रमरीध्यानाद् भ्रमरीजायते क्रमात् ॥ १ ॥
અર્થ : શ્રીવીતરાગ પરમાત્માનું ધ્યાન કરતો આત્મા, પિતે, વીતરાગદશાને પ્રાપ્ત કરે છે. જેમ ભમરીએ લાવેલી ઈયળ, ભમરીના ગણગણાટ સાંભળી, મરણ પામી, તે જ ભમરીના ધ્યાનથી, ત્રણ ઇંદ્રિય મરીને ચાર ઇંદ્રિય ભમરી બને છે.
કેઈએ પ્રશ્ન કર્યો છે કે શ્રીવીતરાગ કેવા હોય છે. તેને ઉત્તર મળ્યો કે શ્રીવીતરાગ દેવેની પ્રતિમાજીને જોઈ લ્યઃ શ્રીવીતરાગ દેવે-હુબહુબ આ પ્રતિમાજીના જેવા જ હોય છે. આ પ્રતિમાની સમજણ અને સંસ્કાર બરાબર પડેલા હોવાથી, તેણે શ્રીવીતરાગ, તીર્થકરદેવ અથવા કેવળીભગવાનને જોઈને ઓળખી લીધા.
અહીં એક દૃષ્ટાન્ત જણાવાય છે. એક નિર્જન જંગલમાં પરદેશી મુસાફર, ભૂલે પડેલે ક્ષુધા અને તૃષાથી, પીડાતો હતે. તેને સુધા તૃષા ઘણુ લાગવાથી, ઘણો