________________
४७८
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
જુઓ, પ્રભુજી કેવળજ્ઞાન પામે છે. ત્યાર પછી તુરત જ, સમવસરણ થાય છે. દેવતાઓ સમવસરણની રચના કરે છે. તેમાં બહારથી પહેલે કીલે ચાંદીને બનાવે છે. તેની ઉપર તદ્દન સુવર્ણનાં કપીશિર્ષ–કાંગરાં હોય છે. વચલે કલે તદ્દન સુવર્ણને, તેની ઉપર કપિશિર્ષ તદ્દન રતનનાં હોય છે. તથા તદ્દન અંદરને કીલ, રતનમય હોય છે. તેનાં કપિશિર્ષ-મણિમય હોય છે.
અંદરને ભૂભાગ-પંચજાતિના રત્નોથી બાંધે છે. વચ્ચે વચ્ચે મહારત્નથી બનાવેલી વેદિકા હોય છે. તેની વચ્ચોવચ્ચ દે ચિત્યવૃક્ષ બનાવે છે, તેની ચાર દિશાઓમાં, પૂર્વ– પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ, દેવો રત્નમય ચાર સિહાસન ગોઠવે છે. પૂર્વ દિશાના સિંહાસન ઉપર બેસીને, પ્રભુજી સંસારની અસારતામય દેશના આપે છે. અને એક જન સુધી બધી દિશાઓ-વિદિશાઓમાં બેઠેલા, ચારનિકાયના દેવ, દેવીઓ, સાધુઓ, સાધ્વીઓ, શ્રાવક, શ્રાવિકાઓ, બાર પસંદાઓ પ્રભુજીની દેશના સાંભળે છે. દેશના આપીને જિનેશ્વર દેવો, ઇશાન ખૂણામાં પહેલા (અંદરથી) બીજા કલાની-વચ્ચે દેવછંદામાં પધારે છે. રાત દિવસ કે ઘણા દિવસો પ્રભુજી તેમાં જ રહે પણ છે.
અહીં આવનારા દેશના સાંભળીને ઘેર જનારા, એમ જ લે છે કે, અમે પ્રભુજીના સમવસરણમાં દેશના સાંભળવા ગયા હતા. આ સમવસરણને પ્રભુજીનું સમવસરણ જ કહેવાય છે. માણસો અને દેવદેવીઓ પ્રભુજીનું, તીર્થંકરદેવનું, વીતરાગનું સમવસરણ જ કહે છે. વળી આ સમવસરણ લાખ જિનાલય બંધાવી શકાય તેવું, મહાકીમતી, રત્ન અને સુવર્ણરજતનું બનેલું, ચારે બાજુ એકજન વિસ્તારવાળું હોય છે. આ વસ્તુ નવીન નથી. અનંતકાળની શાશ્વતી જ છે. તથા ઋષભદેવ સ્વામી થયાને આજે એક કોટાકોટી સાગરોપમ એટલે કાળ થયો છે. આટલા ગાળામાં. ૨૪ જિનેશ્વરદેવના તીર્થોમાં, અસંખ્યાતા કેવલીભગવંત અને ચૌદપૂર્વધર વગેરે જ્ઞાનીભગવંત થયા છે. તે તે મહાપુરુષોના ઉપદેશથી, આ ભરતક્ષેત્રમાં શત્રુંજયાદિ તીર્થોમાં, અને રાજગૃહી, અયોધ્યા, મથુરા, દ્વારિકા, સાવસ્થી, કૌશાંબી, બનારસ, કાકંદી, ભદ્દિલપુર, સિંહપુરી, ચંપાપુરી કાંપિલ્યપુર, રત્નપુરી, હસ્તીનાપુર, મિથિલા અને વિશાળ ઉજજયિની વગેરે નગરીઓમાં, કોડ જિનમંદિરે થયાં, નાશ પામ્યાં અને નવીન થયાં છે.
આ બધા સ્થાનમાં જિનેશ્વરદેવનું સમવસરણ શબ્દપ્રયોગ થાય છે. જિનેશ્વરદેવનાં મંદિરે પણ બોલાય છે. જૈનમુનિને ઉપાશ્રય બોલાય છે. આવા બધા પ્રયોગો થવાથી, શ્રીવીતરાગ દેને પરિગ્રહના દોષ લાગ્યા નથી. નવાં કર્મ બંધાયા નથી અને મેક્ષમાં પધારી ગયેલા પાછા આવતા પણ નથી.
જેમ અહીં સમવસરણ, જિનાલય ઉપાશ્રય પહેલાં જોડાયેલા શબ્દો, આરાધકોની ઓળખાણ માટે, આપણે સંસારી જીએ, ઠરાવેલા છે, તેથી તે તે સ્થાન સહેલાઈથી ઓળખી શકાય છે. તે પ્રમાણે જિનાલને સાચવવા માટે ભેગું થયેલું દ્રવ્ય જિનદ્રવ્ય કહેવાય છે. તે દ્રવ્યથી મેક્ષમાં પધારેલા તીર્થકરેદેવેને પરિગ્રહને દેષ લાગતો નથી. અને પ્રભુજીની વીતરાગતાને કલંક પણ લાગતું નથી.