________________
જિનેશ્વરની આજ્ઞાની સમજણ અને પ્રકારો
૪૭૩
મળવાને સંભવ નથી. અથવા કઈ પણ વેપાર કે ખેતી વિગેરે આવકના ઉદ્યમેની સમજણ ન હોય, તેવા માણસોના તે તે ઉદ્યમે લાભ આપનારા થતા નથી.
તેમ ગુણને, દેશને, કે ગુણાભાસને, સમજતા ન હોય, સમજવા ઉદ્યમ ન હોય, અથવા ત્રણેને સરખા જ સમજતા હોય, તેવા જીની ગુણોની અનમેદના કે પ્રશંસા તેને પિતાને, આત્મકલ્યાણ માટે થતી નથી. પરંતુ વખતે મિથ્યાત્વનું પિષણ થાય છે. બીજા અનેક ભેળા જીવને અવળા રસ્તે ચડાવે છે.
પ્રશ્ન : ભલે પરીક્ષક ન હોય તે પણ ગુણની અનુમોદનાથી કર્મ કેમ બંધાય ? તે સમજાવે.
ઉત્તર : આત્માને પહેલી ગુણની ઓળખાણ થવી જોઈએ. પછી ગુણનાં વખાણ કે પ્રશંસા થાય તો ચોક્કસ પુણ્યબંધ, સંવર કે નિર્જરા જરૂર થાય છે. પરંતુ પિત્તળના ચકચકાટ દાગીને જોઈ, સુવર્ણના સમજીને વખાણ કરવાથી, ઘણું અજ્ઞાની આત્માઓ, સેનાના ભાવે પિત્તળની ખરીદ કરીને ઠગાય, તેને દોષ વખાણ કરનારને લાગે. તેમ ગુણ હોય જ નહીં, પરંતુ હિંસા વગેરેના દોષથી ભરેલા, કુદેવ-કુગુરુની પ્રશંસા થવાથી, હજારે માણસે, તેના પંથ જોઈને, ધર્મત્યાગી અધર્મ કરનારા બને, તેનું મહા ભયંકર પાપ બેટી પ્રશંસા કરનારને લાગે છે. માટે કોઈનાં વખાણ કરતાં પહેલાં, પરીક્ષક થવાની જરૂર છે.
જિનાજ્ઞાને ત્રીજો પ્રકાર ત્યાગવા ગ્યનો ત્યાગ કરે. परिहरिअब्वाइं तहा कुगइवासस्स हेऊभूआई । मिच्छत्तमाइआइं लोगविरूद्धाइं तहेव ॥४।।
અર્થ : શ્રી વીતરાગ દેવની એવી આજ્ઞા છે કે, મિથ્યાત્વ આદિ અઢાર પાપસ્થાનકો, અવશ્ય ત્યાગ કરવાં અથવા મિથ્યાત્વ અવિરતિ-કષાય અને વેગ આ ચાર કર્મબંધનાં મુખ્ય કારણે છે. માટે શકય પ્રયાસ કરો, અને કમસર ઘટાડતા ઘટાડતા નિર્મૂળ નાશ કરે. આ મિથ્યાત્વાદિ ૧૮ અંથવા ચારથી જ આત્મા–દુર્ગતિઓમાં પરિભ્રમણ કરી રહ્યો છે. તથા લેકવિરુદ્ધ આચરણો પણ અવશ્ય ત્યાગવા યોગ્ય છે, જેના આચરણથી, અનંતર કે પરંપર અઢારે પાપસ્થાનકેનું પિષણ આવી જાય છે. માટે લોક વિરુદ્ધ કેઈપણ કાર્ય વર્જવા ગ્ય છે. આપણી પ્રતિદિન આચરણ્ય ભાવનામાં પણ “ટો વિશ્વનો ભાવવામાં આવે છે.
પ્રશ્ન: લેક વિરુદ્ધ કોને કહેવાય છે તે બતાવો?
ઉત્તર : હવે પછીની ગાથાઓથી તે બતાવાશે. જિનાજ્ઞાને ચૂંથો પ્રકાર આચરવા યોગ્યનું હંમેશાં આચરણ કરવું.