________________
४७२
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અથ: જગતના જીવમાં, ધર્મ નાખવા માટે ઉદ્યમ, પ્રયાસ કે મહેનત કરવી પડે છે, પરિશ્રમ પડે છે. જ્યારે જગતના સર્વ જી વગર પ્રયાસે પાપ કરે છે. કેઈને શીખવવા જરૂર જ નથી. મજીઠને રંગ ચડાવવા પુટપાકો કરવા પડે છે, અને ગળીને ચડાવતાં જરા પણ મહેનત કરવી પડતી નથી. તેમ આ જગતના પ્રાણીઓને અનંતા કાળથી, સંસારમાં વસવાટ છે. વિષયોમાં જ આત્મા વસ્યો છે. વિષયો સિવાય ધર્મને અનુભવ જાણ્યો નથી, જોયો નથી. પભુ શ્રીજિનેશ્વરદેવનાં વચને, જીવોને, સંસારના રસિયા મટાડીને, મેક્ષના રસિયા બનાવવા માટે છે, એટલે તાત્કાલિક પાધરાં કેમ ગમી શકે ?
બીજી ?
અને ભગવાન વીતરાગ દેવનાં વચનો, વિચારક મનુષ્યોના સમૂહમાં, ખ્યાતિ પામેલાં છે. સંસારનાં અને મુક્તિનગરીનાં સુખ આપનારાં છે, અર્થથી ભરેલાં છે, અનેક અર્થોથી વ્યાપ્તિમય છે. માટે જરૂર સાંભળવા યોગ્ય છે. ઈતિ આજ્ઞાની પહેલી સમજણ, તથા બીજી આજ્ઞા શ્રી વીતરાગદેવનાં વચને જ વખાણવા યોગ્ય છે.
ताई चिअ विबुहाणं पसंसणिज्जाई तह यजाइं च ।
तहिचिय भणियाई समत - नाण - चरणाइ ॥ ३ ॥ અર્થ : તથા પંડિત પુરુષોને તેજ વીતરાગનાં વચને વખાણવા યોગ્ય છે તથા તેજ શ્રી વીતરાગ આગમમાં વર્ણન કરાયેલાં, અને પંડિત પુરુષોને પસંદ પડી ગએલાં, જ્ઞાન-દર્શન અને ચારિત્ર. આ ત્રણ અને ત્રણેના ભેદપ્રતિભેદે જ વખાણવા યોગ્ય છે.
કઈ પણ વસ્તુના વખાણ કરવાથી અવશ્ય કર્મો બંધાય છે ત્યારે જૈનગમે અને સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રત્યે થએલે રાગ, તેની કરાએલી અનુમોદના, તેની કરાતી પ્રશંસા, કર્મના નાશનું કારણ બને છે.
પ્રશ્ન : અનમેદના અને પ્રશંસાને અર્થ શું?
ઉત્તર : અનુમોદના પ્રશંસા બંનેને અર્થ એક જ છે. કઈ પણ વસ્તુ, પછી ભલે તે ધર્મવાળી હોય અથવા પાપવાળી હોય, પિતાને ગમી જાય અને ચિત્તમાં સારું માનવામાં આવે છે, અનુમોદને જાણવી. અને તે જ વસ્તુને બીજા પાસે પ્રતિપાદનપૂર્વક વખાણવી તે પ્રશંસા. માટે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, આ ત્રણ વસ્તુ અને તેને આરાધક આત્માઓ જ પ્રશંસા કરવા યોગ્ય છે.
પ્રશ્ન : જેનશાસનમાં તે કહ્યું છે કે ગુણીના ગુણની, અનુમોદના, પ્રશંસા કરવી એ મહાલાભનું કારણ છે, એ વાત સાચી છે?
ઉત્તર : જેમ ઝવેરાતની જાતને જાણકાર ઝવેરી, નાની મોટી પ્રત્યેક વસ્તુના સંગ્રહમાં પ્રાયઃ કમાય છે. વસ્તુની, અવસરની, ગ્રાહકની, ઓળખાણ વાળા માણસે, પોતાના બધા કામકાજમાં સફળ બને છે. લાભ મેળવે છે. પરંતુ કાચ અને હીરાને, સુવર્ણ–પિત્તળને, તથા છીપ અને ચાંદીને ભેદ સમજે જ નહીં. તેવા માણસના વેપારમાં પ્રાય: લાભ