________________
ગુણી આત્મા નિન્દા કરે નહીં અને ઘર્મવિરુદ્ધ વસ્તુનું ખંડન તે નિન્દા નથી -૪૫
અનેક માણસે જેને વિરોધ કરતા હોય, અથવા અનેક માણસોથી વિરુદ્ધ કરીને રહેનારની, સેબત કરવી, દેશાચાર વિરુદ્ધ આચરણ કરવું, ઉભટ વેશ, અથવા અનેકની નજરે ચડે તેવાં, ઘર-બાર, ખાન-પાન, નેકર-ચાકર રાખવા તે તથા પિતાના દાન-તપશ્ચર્યા દિને જાહેર કરવાં તે. ૨ છે
સાધુસંત ઉપર આપત્તિ-દુઃખ મુશ્કેલી આવેતો રાજી થવું. અથવા આપણી શક્તિ હોય તો પણ સાધુ-પુરુષની મુશ્કેલીઓ. મટાડવા–ટાળવા પ્રયાસ ન કરે. આવાં અનેક લોકવિરુદ્ધ વર્તન સમજવા. તે ૩ છે
પ્રશ્ન : નિંદા કોઈની પણ કરવી નહીં. નિંદા કરવી તે મહાપાપ છે. સેળયું પાપસ્થાનક જ નિંદા કહી છે.
નિદા ન કરવી કેઈની પારકી રે, નિંદા કરે તે જાય નારકી રે.”
તે પછી, આપણે જૈને પણ, બીજા ધર્મોના દેવેની, ગુરુઓની, અને ધર્મની ખુલેખુલી નિંદા કરીએ છીએ, તે શું આ પાપ નહીં?
ઉત્તર : સાચી અને દેષ વગરની વાત કહેવાય તે નિંદા નથી. અને કોઈપણ ખરી વસ્તુ કહ્યા વિના ચાલે પણ નહીં. જેમ વેપારી, જેની દુકાનવાળો માણસ, હલકો બનાવટી કે ભેળસેળવાળો માલ; ઓછા ભાવે વેચતો હોય, ત્યારે ઘરાકને, પિતાના અને જોડેની દુકાનના માલની, સમજણ ન જ અપાય તે વધારે કિંમતવાળે પિતાની દુકાનને માલ ખપે જ કેમ ? .
તેમ દેવો પણ, રાક્ષસોને મારનારા હોય, અનેક સ્ત્રીઓ અને રખાતો રાખનારા હાય, શાપ-અને આશીર્વાદ આપનારા હોય, તથા જગતના પૂજ્યસ્થાને બિરાજેલા પુરુષે પણ, દુર્ગતિમાં જનારા પાપી જેના જેવાં, આચણો કરતા હોય, તે બીજા આપણા જેવા પામરે પણ, તેમનું અનુકરણ કરીને દુર્ગતિમાં જનારા બને તે સ્વાભાવિક છે. તેવા દેના અવલંબનથી, આપણાં કર્મ કેમ ખપે ?
તથા ગુરુસ્થાનમાં રહેવા છતાં, પૈસા ટકા, બળદ, ઘેડા, હાથી, બૈરી-છોકરાં, ઝગડા-કેરટ કરતા જ હોય તે પછી, ગુરુપુરુષોમાં ને સંસારી મનુષ્યોમાં ફેર શું? તેવા ગુરુઓના અવલંબન લેનારા, આત્મ કલ્યાણ સાધી શકે ? કઈ કવિરાજ કહે છે કે
“ગુરુજી–ગુરુજી બેલે સૌ, ગુરુને ઘેર બેટા ને વહુ, ગુરને ઘેર ઢાંઢાને ઢેર, અખો કહે આપે વળાવો અને આપે ચર.” ૧.
રાજાના ચેકીઆતે કે કોટવાળ, પિતે જ ચોરીઓ કરનારા બને તે પછી, રક્ષણ કેણ કરે ?