________________
૪૬૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
66
કર્મ અનાદીકાળથી, આપે દુખ અપાર । ,, આપે તલભાર. ૧
કૃપા થાય તેા જીવને, સુખ
66
નરભવ સુખ તલ જેવડાં, નારક મેરૂ સમાન ।
,,
દરિયા સમ જાણુ
પશુતિ પાંચે તણાં, દુખ કર્મ હસાવે કાદી, શાક્પાસ્યનું બેડલું
રૂદન સેંકડોવાર । કર્મ તણેા પરિવાર. ७
ܙܙ
જ્યારે હરિવીરે દ્રાક્ષાના મડાના ઝુડામાં વિશ્રાન્તિ લેવા પ્રવેશ કર્યો ત્યારે, તેના અંગરક્ષકો અને સૈનિકે, તેના રક્ષણ માટે ચારે બાજુ ફેલાયેલા ચેાકી કરતા હતા. દિવસ હેાવાથી કલાક બે કલાકમાં, બહાર નીકળવાની કલ્પના હાવાથી, બધા સૈનિક સેનાપતિ રિવીરની દિશા જોઈ રહ્યા હતા. પરંતુ ઘણા વખત લાગવા છતાં હરિવીર બહાર નીકળ્યા નહીં.
તેથી, સૈનિકાને વહેમ પડ્યો. તપાસ કરવા લાગ્યા. છેવટે વનનિકુ ંજમાં પ્રવેશ કર્યો. પુષ્પાની શય્યા ખાલી પડેલી જોઇ, તેથી આજુબાજુ પણ તપાસ કરી. છેવટે બધું વન જોયુ. રિવીર સુભગા કે મધુક ડ કાઇ પણ દેખાયું નહીં. રથ પણ દેખાયા નહીં. દોડાદોડ કરી પરંતુ પત્તો લાગ્યા જ નહીં, તેથી બધા જ સૈનિકા ઉદાસ ચહેરે, પેાતાના નગરમાં આવ્યા, અને ખનેલી વાત રાજાને સ’ભળાવી.
રાજા નરસુન્દર પણ પોતાના વહાલા મિત્ર, અને સેનાધિપતિને, આવે અકાળ ખાવાઈ જવાના પ્રસંગ સાંભળીને, ગળગળા થઈ ગયા, રડવા લાગ્યા. મૂર્છાએ આવી ગઈ. ઘેાડી વારે મૂર્છા વળી, વિલાપ કરવા લાગ્યા. સેવકાને પૂછીને ખાતરી કરી. પતિ-પત્ની, રથ, ઘેાડા, સારથી, બધું કેમ ગુમ થઈ ગયું. ખારીક તપાસ કરી પણ કાંઈ નિણૅય થયા નહીં. તેથી દેશેાદેશ સૈનિકને, દુતાને, ગુપ્તચરાને મોકલી તપાસ કરાવી, પરંતુ પત્તો લાગ્યો નહીં.
વિસેા ગયા, માસ ગયા, અને વર્ષા પણ ગયાં. એક વાર નરસુન્દર રાજા હાથીઓને પકડવા, અથવા ખરીદ કરવા, કેટલુ ક સૈન્ય સાથે લઈને પતાની ખીણામાં પડાવ નાખીને રહ્યો હતા. તેટલામાં એક કલાકાર. કપીએનું ટાળું લઈને, રાજા પાસે આવ્યો. તેણે રાજાની પાસે વાનરાને નચાવ્યા. જે જોઈ રાજા ખૂબ ખુશી થયો.
આ વાનરના સમુદાયમાં આપણી ચાલુ વાર્તાના નાયક, રિવીર વાનર પણ હતા. તેણે વારંવાર નરસુંદર રાજાને જોવાથી આળખી લીધેા. અને પેાતાનુ હિરવીરપણું યાદ આવ્યું, અને વિચારવા લાગ્યો. કયાં હું રાજાના વિશ્વાસનું પાત્ર, સર્વ સૈન્યના સેનાધિપતિ હિરવીર, કયાં તે વખતનુ મારુ પુણ્ય, અને કયાં અત્યારે આ કલાધરની સાટીના પ્રહારો. ખરેખર કમના ઉદયાની અલિહારી છે.