________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ “અગ્નિ બાળે એકવાર, હમેશ બાળ કામ ! યોગી સંત ત્યાગી મુનિ, ગયા નરકને ધામ. ૩
અગ્નિદાધા માનવી. વખતે સાજા થાય પણ કામાનળમાં પડ્યા, બળી ખાખ થઈ જાય. ૪
વળી હું બાલ્યવયથી જ મારા પિતાના ઘરમાં ઉછરેલા, કેયેલ જેવા સુમધુર કંઠવાળા, મધુકંઠમાં આસકત હતી. તેથી મધુકંઠને મેં, મારા જીવનને સાથી બનાવી લીધે હતું. મારું મન અને શરીર તેને અર્પણ થયાં હતાં. પરંતુ મારા પિતામાતાના ભયથી, તથા કુટુંબ અને જ્ઞાતિની લજાથી, વળી મારે અંગત સ્વાર્થ સાધવા, (જિંદગી સુધી ચાલે તેટલું દ્રવ્ય સાથે લેવા,) તારા જેવા મૂખ સાથે લગ્ન કર્યા હતાં. અને મારા પોતાના સ્વાર્થોની ખાતર જ, મેં તને વાનર બનાવે છે.
સુભગાનું ભાષણ ચાલ્યું ત્યાં સુધી, વાનર શરીરધારી હરિવીરે, બરાબર કાન માંડીને સાંભળ્યું. ક્ષણ વાર તે તેને ઈન્દ્રજાળ જેવું અથવા નવાઈ જેવું લાગ્યું અફસોસ ? પતિવ્રતાને ડોળ દેખાડનારી, પતિને પ્રભુ સમાન કહેનારી સુભગા, તેજ, આ સુભગા છે. તથા સુભગ મહાસતી છે. આવુ સમજનારે, હું સુભગાને કુલટા તરીકે જોઉં છું. શું આ બધું સાચું છે?
સુભગાનું ભાષણ પૂરું થયું અને મધુકંઠે રથને ચલાવ્યો. ઘોડા દોડવા લાગ્યા. પણ હરિ બનેલા હરિવીરથી, પિતાની પત્નીને અનાચાર ખમાય નહીં. કૂદી કૂદીને રથ ઉપર જવા લાગ્યો, અને બન્નેને નખ વડે પ્રહાર કર્યા. બેત્રણ વખત સામાન્ય પ્રહારો કરવા છતાં વાનર વિરામ પામ્યું નહીં. તેથી ખીજાએલી સુભગાની પ્રેરણાથી, મધુક ઠે મ્યાન સહિત ખડ્ઝને પ્રહાર જેરથી લગાવ્યો.
વાનરને ઘણું લાગ્યું. અંધારાં આવ્યાં, મૂચ્છ આવી ગઈ, જમીન ઉપર પટકાયે. ત્યાં તે રથના ઘોડા, માઈલ બે માઈલ દેડી ગયા. સુભગા અને મધુકંઠે સદાને માટે અદશ્ય થયાં. હરિવર વાનરને પણ મૂર્છા વળી. ખૂબ રેયો, બોલી શકાતું નથી, પરંતુ મનમાં વિચાર કરે છે. ધિક્કાર છે. કામના વિકારને, હું કેટલે મૂર્ખ ! સુભગાના પ્રપંચ છેવટ સુધી હું ન સમજ્યા !
“વિકાર પરવશ માનવી, સમજે ન સારાસાર, વિકારમાં પરવશ બની, ભટકે છે સંસાર.” છે ૧ છે અનંતકાળથી જીવને, વિષયેના પરિણામ. બુદ્ધિ–ધન અધિકાર પણુ, વિષયના જ ગુલામ.’ છે છે