________________
૪૫૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
ચિલાતીપુત્ર ઃ પાછળ જે તે ખરી, લોકે આપણને પકડવા સાવ નજીક આવી ગયા છે. હવે શું થશે?
સુષમા : કાંઈ નહીં થાય. છેવટે તેઓ બાપ છે, અને આપણે બાળક છીએ. બાળક ભૂલે, મા-બાપ સુધારે.
ચિલાતીપુત્રઃ બસ હવે તારે આગળ ન વધવું એ જ નિશ્ચય છે ને ? આ મારે છેલ્લે પ્રશ્ન છે, બોલ શું વિચાર?
સુષમા મારો વિચાર તમારે વિરોધી નથી. હું તમારાથી બદલાણી નથી. પરંતુ મારા શરીરમાં તાકાત નથી એટલે મારું શરીર મારાથી બદલાઈ ગયું છે. માટે લાચારી સિવાય બીજે ઉત્તર શું આપું? ' ધરણી ઉપર ઢળી પડેલી બાળા સુષમાના, છેલા શબ્દ સાંભળીને ચિલાતીપુત્રનો, સુષમાના રૂપપ્રત્યેનો રાગ હવે ટ્રેષમાં ફેરવાઈ ગયે. આવી રૂપરંભા પદ્મિની, મારી મટીને બીજાની કેમ થાય? હું ન જોગવી શકું તે, બીજે કેમ ભોગવી શકે? બીજાને હાથે હાથ જોગવવા કેમ દેવાય ? ખવાય નહીં તે છેવટે ઢોળી નંખાયને? આવા આવા અનેક કવિચારથી, ચિલાતીપુત્રના શ્રેષે મર્યાદાને વટાવી દીધી. અત્યાર સુધીની પ્રાણથીપણ વહાલી સુષમા, હવે મહાવિકરાળ વૈરિણી દેખાવા લાગી.
અને છેવટે અધમ વિચારને વશ બનેલા, ચાંડાલથી પણ દુષ્ટ ચિલાતી પુત્રે અત્યાર સુધી શત્રુઓને સામને કરવા પાસે છુપાવી રાખેલી, યમરાજની લપલપાયમાન જહા જેવી, વિકરાળ તરવારને મ્યાનમાંથી ખેંચીને. “સુષમા હવે આપણે છેલ્લા પ્રણામ” બેલીને કેળના ગર્ભ જેવી સુંવાળી સુષમાં બાળાની ડોક ઉપર ફેરવી નાખી. સુષમાનું મસ્તક ધડથી જુદું થઈ ગયું.
અધમ આત્મા ચિલાતીપુત્ર બાળાનું ચોટલા સહિત મસ્તક હાથમાં પકડીને નાસતે નાસતે આ તમારી સુષમાને સંભાળી લેજે. એવું પરિવાર સહિત ધનાવહ શેઠને સંભળાવીને, દેડીને જટાજુટ ઝાડના જૂથમાં અદશ્ય થઈ ગયો. અને બીનગુનેગાર, બિચારી ગભર બાળાને આત્મા, સમુદ્રના પાણીમાં બિંદુ ભળી જાય તેમ અનંતાનંત જીવરાશિમાં સમાઈ ગયે. કેઈ કવિ દીપક સગ વિલોકી, રત્ન જેવી રૂપાળી શલભનિકટ ઉડી નાખતા દેહબાળી, કટીલ દીપ કદની એહ પાળે ન નીતિ પ્રથમ કરી પરીક્ષા, તે પછી બાંધ પ્રીતિ