________________
ઘરનેકરના અનાચારે અને સુભગાના પબાર સહાય સિવાય મળી શકે નહીં. તેથી જ તેણીએ હરિવર સાથે લગ્ન કર્યા હતાં. અને પિતાનું ઘર છેડવા સુધી હરિવીરને વિશ્વાસમાં રાખ્યું હતું. અને હરિવર સુભગાને મહાસતી જ સમજતો હોવાથી તેના પ્રત્યેક વાક્ય સાચાં લાગતાં હતાં કારણ કે –
મુનિવર ને જિનદેવની, નૃપની જનસમુદાય, કામીજન નારી તણી, આણ વહે સદાય. ૧ ક્ષુધાતુર ભજન ગમે, તૃષાતુર જલજાત, કામીનર ચિત્ત કામિની, વસે દિવસ ને રાત. ૨ અવશ્ય મુક્તિ ગામીને, જિનવાણી બહુ પ્રેમ, સંસાર રસિયા સર્વને, નારીમાં પણ તેમ. ૩ સંસાર મહામંદિર તણ, ટેકા દેય ગણાય, લલના ને લક્ષ્મી તણા, રસિયા જીવ બધાય. ૪ આહાર-ભય-મથુનને, પરિગ્રહ સંજ્ઞા ચાર, ચાર ગતિ સૌ જીવને, રખડાવે સંસાર. ૫
કુલટા નારીઓના કૌટિલ્યને, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વર-ઈન્દ્ર-ચન્દ્ર અને નાગેન્દ્ર પણ સમજી શક્યા નથી. તે પછી હરિવર બિચારે કેણ? હરિવર સુભગાનાં રૂપ અને વચનેમાં મેરલી ઉપર નાગ ડોલે તેમ, માથું ડોલાવતો હતો. તદ્દન ભાન ભૂલે થઈ ગયે હતો.
આજ સુધીના પરિચયમાં, સુભગાને હરિવરના હદયનું માપ આવી ગયું હતું. તેણીએ સમજી લીધું હતું કે, હરિવર મારી દંભ જાળ સમયે નથી, મારાં દંભ પૂર્ણ વચને અને વર્તનમાં પણ તેને, મારા સતીપણાને જ ભાસ થયો છે. તેથી મારે હવે છેલ્લો દાવ અજમાવવામાં કશો ભય નથી. આવો નિર્ણય કરીને હરિવરને જણાવ્યું :
સ્વામીનાથ! આપણે હવે પિતાની નગરીએ પહોંચવું છે. પહોંચવાના બે માર્ગો આવે છે. તેમાં એક માર્ગ ઘણ-ટૂંકે છે. અને નિર્ભય છે. વળી ચાલનારને ગમે તે છે. આપણ નેકરમાં આવા માર્ગના જાણકારને, પૂછી લેવાય અને સાથે રખાય તે, આપણને મુસાફરીમાં ઘણું અનુકૂળતા રહેશે, અને ટૂંકા માર્ગે વહેલા પહોંચાશે.
અને જે આપણે નકર વર્ગમાં, ટૂંકા માર્ગને અનુભવી માણસ ન હોય તો, અહીં મારા પિતાશ્રીને એક વિશ્વાસુ નોકર છે. તે ઘણે હોશિયાર છે. માર્ગને ખાસ અનુભવી છે. સુમધુર કંઠ હોવાથી ઘણું સુંદર ગાઈ જાણે છે. સાંભળનારને ઘણે આનંદ આપે છે.