________________
૪૬૨
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ માટે જો આપને ઠીક લાગે તેા, મધુકડ સાથે લેવા ચેાગ્ય છે. અને આ વાત ઠીક લાગે તેા, મારા પિતાની પાસે પહેલેથી જ, મધુક'ની માગણી કરી લેજો.
સુભગાની વાત સાંભળીને, અને તેની પ્રત્યેક માગણીઓને રિવીર સેાટકા સાચી માનીને સ્વીકારી લેતા હતા. તેમ આજે પણ મધુક'ને સાથે લેવાની, સુભગાની યાજના હિરવીરે સાંભળીને સાચી માની લીધી. અને સુરદત્ત સેનાપતિને કહીને, મધુકર્ડને સાથે લેવાનું નક્કી કરી લીધું. તથા સુભગાના પિતાએ પુત્રી તથા જમાઈ ને ઘણુ ઝવેરાત, સેાનું, ચાંદી, અનેક જાતનાં આભૂષણેા, વસ્ત્રો, બીજી પણ ઘણી ચીજ-વસ્તુઓની પેટીઓ, દાયજા તરીકે અર્પણ કરી હતી. વળી એક સારો અને કીમતી ચાર ઘેાડા જોડાય તેવા, રથ પણ પુત્રી– જમાઈને દાયજામાં આપ્યા હતા.
સુભગાની બધી ઇચ્છાઓ સફળ બનવા લાગી હતી. મનમાં ફુલાતી હતી. અને પતિ હિરવીરને, અનુકૂળ બનાવી, પેાતાની સ્વચ્છંદતાના માર્ગ નિષ્કંટક બનાવ્યે જતી હતી. તેથી તેણે પોતાના પિતા તરફથી દાયજામાં મળેલી, બધી ધનસામગ્રી રથના એક ભાગમાં ગાઢવાવી હતી. અને રથના સારથિ પણ, મધુક ઠને બનાવવા હિરવીરને ભલામણ કરી હતી.
પાપાનુબંધી પુણ્યના ઉદય, અને તેવા દુર્ગતિદાયક પુણ્યની મહેરબાનીથી, ઘણાં વષૅ જવા છતાં, સુભગાના અનાચારા માતા-પિતા, ભાઈ એ કે કુટુંબના માણસા અથવા મહેનપણીઓ, સગા-સ્નેહીઓ, પાડાશીએ કોઈ પણ સમજી શકયું નહીં. તેા પછી કેવળ રૂપઘેલા બિચારા રિવીરની, કઈ તાકાત કે સુભગાને ઓળખી શકે ?
છેવટે શુભ દિવસે અને સારા મુહૂતે, હિરવીરે, સુભગાને લઈને પોતાની નગરી તરફ પ્રયાણ કર્યું. રાજાએ પણ માના રક્ષણ માટે હિરવીરને, ખાસ સૈનિકો અને ઘેાડેધારા આપ્યા હતા. માતાપિતાએ સુભગાને વિદાય આપતાં, પુત્રીને ઉચિત ઘણી ઘણી શિખામણ આપી હતી અને સુભગાએ પણ નમ્રતાની ઢમથી માતાપિતા અને વડીલવર્ગની શિખામણેા સાંભળી લીધી હતી.
પ્રયાણ શરૂ થયું. મધુક રથ ચલાવે છે. આગળ-પાછળ રક્ષક સૈનિકે પણ હારબંધ ચાલે છે. સુભગા અને હિરવીર દીવાનખાના જેવા રથના મધ્ય ભાગમાં બેઠાં છે. સુભગા–રિવીરને કેમ ફસાવવા ? કેમ છેતરવા ? કેમ મારી નાખવેા ? અથવા ઝેર પાઈ ગાંસડી ખાંધી રસ્તાના કાઈ કૂવામાં પટકવા? આવા વિચારો કરતી હતી. તાપણ તેણીના મુખ ઉપરનો દેખાવ, હિરવીરના વશીકરણના પાઠ ભજવતા હતા.
પ્રશ્ન : સુભગાને મધુક ગમી ગયા હતા. તેા પછી તેણીએ માતાપિતાને જણાવીને, મધુક’ડ સાથે ખુલ્લ’ખુલ્લા લગ્ન કેમ ન કર્યો ?
ઉત્તર : કુલવાન મનુષ્યા પોતાની પુત્રીઓને ખાનદાન કુટુંબેશમાં આપે છે. અને પુત્રા માટે ખાનદાન કુટુંબમાંથી જ કન્યાઓ લે છે. ધન અને રૂપ કરતાં પણ કુલની લાયકાત તરફ વધારે લક્ષ અપાય છે. તેથી પેાતાની ઇચ્છા પ્રમાણે લગ્ન કરી શકે નહીં.