________________
४६०
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ છેવટે સુભગાની માંદગીને અંત ન આવવાથી, હરિવર પિતાના નગરે ચાલ્યો ગયે. હરિવરના ગયા પછી, પાંચદશ દિવસે સુભગા સાજી થઈ. બેચાર માસ પછી, સુભગાના પિતા સુરદત્ત, હરિવરને ખબર આપ્યા. અમારી પુત્રી સાજી થઈ છે. માટે તેડવા આવજે સમાચાર મળતાં હરિવર આવ્યો. પાંચદશ દિવસમાં સૂરદત્ત દીકરીને વળાવવાની તૈયારી કરી લીધી. જવાના આગલે દિવસે સુભગા માંદી પડી.
આ વખતે હિસ્ટિરિયા અથવા ભૂતાવેશ જેવા ચાળા થવા લાગ્યા. હરિવીરનું પ્રયાણ અટકયું. ઘણું વૈદ્યો, માંત્રિકે આવ્યા. સુધારો થયે નહીં. છેવટે થાકીને હરિવર પોતાના નગરે ચાલ્યા ગયે. માસ બે માસ પછી સુભગા દેવમુક્ત થઈ ગઈ. અને હરિવરને ખબર આપ્યા.
સુભાના સુખસમાચાર જાણીને, વળી પાછે હરિવર સુભગાને તેડવા આવ્યું. અને સુભગાએ પણ પોતાના સ્વામી પધાર્યા, મહીસતીને શોભે તેવા ઢંગથી, હર્ષ જાહેર કર્યો. જે જોઈને હરિવીરને, પત્નીના વિયેગનું દુઃખ નાશ પામ્યું. સુભગાના માતાપિતાને પણ, પિતાની પુત્રીના સુખને જોઈને, આનંદ થયો. સુભગાએ હરિવરને, એવા ડાળ દેખાવથી વશ કરી લીધો કે, તેણીના અસતીપણુની હરિવરને કલ્પના પણ આવી નહીં.
એક વાર સુભગ એકાન્તમાં હરિવરને કહે છે, સ્વામીનાથ! મેં એવાં શું પાપ કર્યા હશે કે મને દેવ જેવા આપ સ્વામી મળવા છતાં, વારંવાર અંતરાયે આવ્યા કરે છે? ખેર! તે પણ હું મારા આત્માને ભાગ્યશાળી સમજુ કે, આપ જે મને સ્વામી મળે છે. વળી આપને સ્વભાવ જોઈને તે, મારા આત્માને એમ જ લાગે છે કે હું સ્વર્ગલોકનાં સુખ ભોગવું છું
હે સ્વામીનું આપ શૂરવીર, બુદ્ધિશાળી, પ્રતાપશાળી, રાજમાન્ય મહાપુરુષ છે. મારા અહેભાગ્ય સમજું છું. જે નિર્ગુણ એવી મને આપ સ્વામી મલ્યા છે. મારું જીવનજન્મ-શરીર બધું સફલ થયું છે. હવે તે હે પ્રભુ પાસે વારંવાર પ્રાર્થના કરું છું કે, મને આપને વિરહ થશે નહીં.
સુભાગાનાં પ્રત્યેક વાક્યમાં ખૂબ મૃદુતા હતી. બધાં વાક્યોમાં દંભ ઠાંસીને ભરેલું હતું. સુભગાનું આ વખતનું ભાષણ છેલ્લા દાવપેચ માટે હતું. તેણીના પાપાનુબંધી પુણ્યના ઉદયથી, તેણના માતાપિતા અંધારામાં રહ્યાં હતાં. હરિવર પણ તેણીના કમળ વાક્યોના કેફમાં, ભાન ભૂલી ગયા હોવાથી, સુભગાની બધી યોજનામાં પિબાર પડતા હતા.
સુભગ સમજતી હતી કે મારા રૂપદીપકમાં હરિવર પતંગ બની ગયું છે. હવે હું તેને જે કહીશ તે સાચું જ માનવાને છે. અને તેથી મારી યોજના પ્રમાણે મારું કાર્ય સાધી શકીશ. સુભગ એમ પણ સમજતી હતી કે, હરિવરને હથિયાર બનાવ્યા સિવાય, પોતે નિર્ભય નાશી–ભાગી શકે નહીં. વળી આખી જિંદગીનું સાધન પણ હરિવીરની