________________
૪૭૭
ઘર નેકરની અધમતાથી આખા કુટુંબને વેરવિખેર જેનાગમન નિચોડને સમજેલા; નિશ્ચય, વ્યવહાર, ઉત્સર્ગ, અપવાદ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, સાતનય, સપ્તભંગી વગેરેના જ્ઞાતા ગીતાર્થ કહેવાય છે.
આવા ગીતાર્થ ગુરૂઓની નિશ્રામાં વિહાર કરનારા, આત્માઓ ભૂલા પડતા નથી. ધીરજ, આરોગ્ય અને સંઘયણ આદિ સંપૂર્ણતાવાળા ગીતાર્થ મહાપુરુષે કેવળ કર્મ ખપાવવા માટે જ એકાકી વિહાર કરતા હતા, જેમ ઝાંઝરીયા મુનિવર, મેનાર્ય મુનિવર, હરિકેશીબલ મુનિવર વગેરે.
કાષ્ઠમુનિ એકાકી વિહાર કરતા ક્રમવિહારે, ચંપાનગરીમાં પહોંચ્યા. ભવિતવ્યતાના યોગથી, વજા પણ, પિતાના નારપતિને લઈને, આ ચંપાનગરીમાં એક ઘર વેચાતું લઈને આનંદથી રહે છે. પૈસા ખૂબ હતા, તેથી દિવસરાત, પાપાનુબંધી પુણ્યના ફળ ભેગવે છે. કાષ્ઠ સાધુ મોટા તપને પારણે, વહેરવા નગરીમાં ફરતા ફરતા, વજા-બટુકના ઘરમાં પેસી ધર્મલાભ આપે. અવાજ અને આકારથી વજાએ, પિતાના ભૂતપૂર્વ સ્વામીને ઓળખ્યા. મુનિશ્રી તે નિર્મોહ જ હતા, તેથી નીચી નજર નિહાળી પાડ્યું ધરી વહેરતા હતા.
ભવિતવ્યતા કેવું કરે છે. પુત્ર રાજા છે, પિતા મુનિ છે, માતા કુલટા છે. તે ત્રણે આ ચંપાનગરીમાં રહે છે, પણ કેઈ કેઈને જાણતું નથી.
વજાને વિચાર આવ્યું, જરૂર આ સાધુ મારા પતિ છે. મને એળખી ગયા હશે તે, મારી ગામમાં આબરૂ ઘટાડશે, ફજેતી કરશે, માટે તેમને જ હું ગુનેગાર બનાવી, કેદમાં પુરાવી દઉં. આ વિચાર કરીને, આહારની સાથે, ગુપ્ત રીતે એક કીમતી આભૂષણ સાધુના પાત્રમાં મૂકી દીધું. મુનિ ઘરની બહાર નીકળ્યા કે તુરત બૂમ પાડી. આ સાધુ ચેર છે, મારું આભૂષણ ચરી ગયા છે.
સ્ત્રીને બૂમાટ સાંભળી લેકે ભેગા થયા, રાજસેવકો આવ્યા, સાધુને ઊભા રાખ્યા આહારને તપાસતાં અંદરથી, નંગ જડેલી વીંટી નીકળી. ચેરીને માલ નીકળવાથી, દાર્શનિક પુરા નક્કી થવાથી, સાધુને પકડી રાજા પાસે લઈ ગયા. અહીં ધાત્રીવાહનને રાજ્યસન આરૂઢ થયાને, આજે વર્ષો થઈ ગયાં હતાં. અનુભવ ખૂબ મળે હતે. ધાત્રીવાહન રાજાને ન્યાય અને પ્રતાપ સીમાડાના રાજાઓ ઉપર અને વસતિ-રેયત ઉપર ખૂબ પ્રભાવ જમાવી શક્યા હતા.
મોટા ગુના રાજા પોતે જ તપાસતે હતે. ધાવમાતાએ પિતાને જીવ બચાવ્યું છે. સાચવ્યું છે. પાળી માટે કર્યો છે. માટે તેણીને ઉપકાર ભૂલવા ગ્ય નથી. તેથી પિતાની સગીમાતા જ માનતે હેવાથી, બધા કામમાં તેણીની સલાહ અવશ્ય લેતે હતે. ઘણુ વાર રાજ્યસભામાં તેણીને, ઊંચા સ્થાન ઉપર બેસાડતે હતે.